જાહેરનામાનો ભંગ કરનાર વેપારી સહિત ૧૫ વિરૂધ્ધ પોલીસ કાર્યવાહી

  • October 28, 2020 11:34 AM 

કોરોના વાઇસર સંદર્ભે દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ની સૂચનાથી લોક ડાઉન નો કડક અમલ કરાવવા માટે પોલીસ અધિકારીઓને સુચના આપવામાં આવી છે. કોરોનાની વર્તમાન પરિસ્થિતિને નજર સમક્ષ રાખી સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ લોકડાઉન દરમ્યાન રાજકોટ શહેરમાં નાગરિકોને જીવન જરૂરી ચીજ વસ્તુઓ સરળતાથી મળી રહે અને તેમની લાઈફ નોર્મલ બની રહે તે માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે. 


પોલીસ લોક ડાઉન નો ભંગ કરનાર વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરી રહી છે. લોકોને જાહેરમાં કામ વગર બહાર નહીં નીકળવા સરકાર તેમજ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવ્યું છે સાથે સાથે પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડીને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સિવાય તમામ દુકાનોને બંધ રાખવા આદેશ આપ્યો હોવા છતાં હજુ પણ ઘણા બધા લોકો પોલીસના આ જાહેરનામાનો અમલ કરવાના બદલે તેમજ કોરોનાવાયરસ ને લઈને સરકારે જાહેર કરેલા નિયમો પાળવાના બદલે હજુ પણ હળવાશથી લઇ રહ્યા છે ત્યારે પોલીસ આવા લોકો સામે એક્શનમાં આવી ગઈ છે. પોલીસ દ્વારા જાહેરનામાના ભંગ બદલ અલગ અલગ વ્યક્તિઓ વિરુદ્ધ ગુના નોંધવામાં આવ્યા છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે કામ વગર બહાર અને કરનાર બે યુવાનોની પણ પોલીસે ધરપકડ કરી તેના વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે


આજી ડેમ પોલીસે સોલ્વન્ટના શ્રી હરિ સેલ્સ એજન્સીના હરિનારાયણ મુન્નીલાલ ચૌધરી, ઢાંઢણી ગામે બસ સ્ટેન્ડ પાસે પાનની દુકાન ચાલુ રાખી બેઠેલા ભરત મેરામભાઇ જાદવ, લાખાપર ગામે ચામુંડા હોટલ ખુલ્લી રાખીને બેઠેલા રમેશ બચુભાઈ માંડાણી સામે ભંગ બદલ ગુનો નોંધી ધરપકડ કરી હતી જયારે માલવીયાનગર પોલીસે કારણ વિના ઘરની બહાર આટાફેરા કરવા નીકળેલા મિત કાંતિભાઈ વાડોદરિયા અને જીતેન્દ્ર મગનભાઈ વાઘેલાની તથા પ્રનગર પોલીસે કરીમ હુસેનભાઇ સોહલા અને વિપુલ ઓઘડભાઈ સુસરાની ધરપકડ કરી હતી.  તેમજ પરસાણામાં સ્ટાર ઓટો ગેરેજ ચાલુ રાખનાર મુશરફખાન ઉર્ફે મ્યુસો કરમીલખાન પઠાણની ગાંધીગ્રામ પોલીસે ઘંટેશ્વર ૨૫ વારિયામાં ચાની લારી ખુલ્લી રાખનાર મીનાબેન સરજુભાઈ રાઠોડની, તાલુકા પોલીસે ચાની દુકાન ખુલ્લી રાખનાર રમેશ રણછોડભાઈ કાપુરીયાની અને જયેશ રતિલાલ સંચાણીયાની ધરપકડ કરી હતી તેમજ યુનિવર્સીટી પોલીસે અયોધ્યા રેસિડેન્સીમાં ટોળું વળીને બેઠેલા રમેશ મેશુરભાઈ બેડવા, જયદીપ હરકાંતભાઈ જોશી, ધનજી ભલાભાઈ સોંદરવા, રવિ પુંજાભાઈ સારીખડાં અને કમલેશ શાંતિલાલ પારેખને ઝડપી લઇ ૧૪૪ ભંગ બદલ કાર્યવાહી કરી હતી. આગામી દિવસોમાં હજુ પણ પોલીસ જાહેરનામાનો કડક અમલ કરાવશે અને પોલીસના જાહેરનામાના ભંગ કરનાર વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS