વાંકાનેરમાં લોકડાઉન-જાહેરનામા ભંગ બદલ ૯ સામે પોલીસ કાર્યવાહી

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાયરસથી પ્રજાને બચાવવા વહીવટી તંત્ર અથાગ પ્રયત્ન કરી રહ્યું છે. ત્યારે બીજીબાજુ ઘણા લોકો અણસમજ પૂર્વક જયા ત્યાં રખડતા અને અમુક નિયત કર્યા સિવાયના ધંધાર્થીઓ જાહેરનામાનો ભંગ કરી ધંધા ખોલીને બેસી જતાં તેની સામે વાંકાનેર શહેર અને તાલુકા પોલીસે કડક કાર્યવાહી શરૂ કરતા ફફડાટ ફેલાઈ રહ્યો છે.


કોરોના વાયરસથી પ્રજાજનોને બચાવવા કેન્દ્ર અને રાજ્ય સરકાર અથાગ પ્રયત્ન કરી રહી છે. અને કડક નિયમો જારી કરવા જિલ્લાના અધિકારીઓ પણ મજબુર થયા છે અને ૧૪૪મી કલમનું જાહેરનામું બહાર પાડયું છે જેમાં મેડિકલ, દવાખાના અને જીવન જ‚રિયાત સિવાયના ચા-પાન અને અન્ય ધંધાર્થીઓએ ધંધા-રોજગાર બંધ રાખી કાયદાને માન આપવું જોઈએ.


ત્યારે કાયદાને અવગણતા આવા ધંધાર્થીઓ સામે પોલીસે કડક કાર્યવાહીનો આરંભ કરી શહેરી વિસ્તારમાંથી ૫ અને તાલુકા પોલીસ ૪ મળી કુલ ૯ ધંધાર્થીઓ સામે પોલીસે જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી શ‚ કરી છે. કોરોના વાયરસથી પ્રજાને બચાવવા નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા સવારથી સફાઈમાં લાગી ગયા હોય છે શહેર અને તાલુકા પોલીસ પણ સતત દોડતી જોવા મળે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS