સ્માર્ટ સિટી પ્રોજેકટને હવે જેટ ઝડપ આપવાનો બજેટમાં નિર્દેશ

  • March 15, 2021 07:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાના સ્માર્ટ સિટી પ્રોજેકટને હવે જેટ ઝડપે આગળ ધપાવવાનો બજેટમાં સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે. સ્પાર્ટ સિટી પ્રોજેકટના એરિયા બેઈઝડ ડેવલપમેન્ટ અંતર્ગત નર્ચરીંગ નેબરહડ્ઝ પ્રોજેકટ હાથ ધરાશે જેમાં ઝીરોથી પાંચ વર્ષ સુધીના બાળકો માટે તંદુરસ્ત વાતાવરણમાં રમત-ગમતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે અને આ પ્રોજેકટનો પાયલોટ પ્રોજેકટ સ્માર્ટ સિટી એરિયામાં નિમર્ણિ કરાશે જેમાં આધુનિક આંગળવાડી, અર્બન હેલ્થ સેન્ટર, રમત-ગમત માટેની જગ્યા વિગેરે ઉપલબ્ધ બનાવાશે.

 


દિવ્યાંગો માટે સલામતી સુવિધા માટે ફિઝિયોથેરાપી સેન્ટર, સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર અને સ્પેશિયલ પર્સન્સ માટે રોજગારીનું સર્જન કરાશે. સ્ટ્રીટ્સ ફોર પીપલ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં અમુક એવી શેરીઓ અને માર્ગો પસંદ કરવામાં આવશે કે જ્યાં આગળ લોકો ફકત ચાલીને જ જઈ શકે, વાહનોને પ્રવેશ અપાશે નહીં.

 


સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત એરિયા બેઝડ ડેવપલમેન્ટમાં રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ, અટલ સરોવર ડેવલપમેન્ટ, લેઈક ટૂ અને થ્રી ડેવલપમેન્ટ સહિતના પ્રોજેકટ ગતિશીલ છે. જ્યારે આગામી વર્ષમાં સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત ગ્રીનફિલ્ડ એરિયામાં મેનેજમેન્ટ ક્ધવેકશન સેન્ટર, મોડેલ આંગણવાડી, મોડેલ શાળાઓ, પ્નસ્ટ્રીટ, આઉટડોર જીમ ફલાવર શો, નવા પાર્કસ અને ગાર્ડન વિગેરે બનાવાશે. તદ્ ઉપરાંત આગામી દિવસોમાં સ્માર્ટ કાર્ડ, રાજકોટ મિત્ર કાર્ડ, ઈ-ગવર્નન્સ, સમગ્ર શહેરનું જીઆઈએસ મેપિંગ અને ઓપ્ટિકલ ફાયબર નેટવર્ક સહિતની કામગીરી કરવામાં આવશે.

 

સાંઢિયા પુલના વિસ્તૃતિકરણ માટે રૂ.40 કરોડની જોગવાઇ
જામનગર રોડ પર આવેલા પુલનું આયુષ્ય પૂર્ણ થઇ ગયા અંગે વેસ્ટર્ન રેલવેએ પત્ર પાઠવ્યા બાદ હવે બજેટમાં ફાળવણી કરાઇ

 

રાજકોટ મહાપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.2 અને 3ની વચ્ચે આવેલા જામનગર રોડ પરના સાંઢિયા પુલના વિસ્તૃતિકરણ માટે આજરોજ રજૂ થયેલા બજેટમાં ા.40 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

 


અત્રે ઉલ્લેખનીય છે કે, સાંઢિયા પુલનું વિસ્તૃતિકરણ કરવાની વાતો છેલ્લા બે દાયકાથી ચાલી રહી હતી પરંતુ આ વખતેના બજેટમાં ા.40 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જામનગર રોડ પરના સાંઢિયા પુલનું આયુષ્ય પૂર્ણ થવા અંગે વેસ્ટર્ન રેલવેએ મહાપાલિકા તંત્રને લેખિત જાણ કયર્િ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. અગાઉ સાંઢિયા પુલના નવિનીકરણ માટે પણ પ્રયાસ કરાયો હતો પરંતુ તેમાં સફળતા મળી ન હતી. ત્યારબાદ હવે વિસ્તૃતિકરણની કાર્યવાહી હાથ ધરવા બજેટમાં જોગવાઇ કરાઇ છે ત્યારે આગામી દિવસોમાં સાંઢિયા પુલનું વિસ્તૃતિકરણ વહેલી તકે થાય તેવી આશા જાગી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS