ઘરમાં સાદા પોહા નાસ્તામાં ખાઈને કંટાળી ગયા છો ? તો હવે ટ્રાય કરો પોહા બોલ્સ

  • April 07, 2020 12:15 PM 656 views

 

નાસ્તા માટે હેલ્ધી ઓપ્શન છે પોહા. દરેક ગુજરાતીના ઘરમાં આ વસ્તુ બનતી જ હોય છે. પરંતુ ઘણીવાર પરીવારના સભ્યોની ફરિયાદ હોય છે તે તેમને એકને એક નાસ્તો કરી કંટાળો આવે છે. તો પછી તમે પણ આપી તો હેલ્ધી પોહાને ટેસ્ટી ટ્વીસ્ટ આ રીતે...

 

સામગ્રી

પોહા - 1 કપ
બ્રેડ ક્રંમ્સ - 1 કપ
લીલા મરચાં
ડુંગળી - 1 કપ
કપ્સેકમ - 1
દહીં - 2 ચમચી
ચાટ મસાલો- 1 ચમચી
નમક સ્વાદાનુસાર

 

રીત

સૌથી પહેલા ડુંગળી અને કેપ્સિકમને ઝીણા સમારી લો. હવે પોહાને ધોઈ અને સાફ કરો. હવે એક મોટા બાઉલમાં પોહા સહિતની દરેક સામગ્રી ઉમેરી દો. આ મિશ્રણને 10 મિનિટ સેટ થવા દો અને પછી તેમાંથી બોલ્સ બનાવી ગરમ તેલમાં ધીમા તાપે તળી લો. તળાયેલા બોલ્સ પર ચાટ મસાલો છાંટી સર્વ કરો. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application