એક દિવસમાં આ ચાઈનીઝ કંપનીના 1.30 લાખ સ્માર્ટફોન વેંચાયા ભારતમાં

  • September 16, 2020 12:44 PM 218 views

 

આત્મનિર્ભર ભારત અભિયાન અને સ્વદેશી કંપનીઓના સતત પ્રયત્નો છતાં, હજી પણ એવી કોઈ કંપની નથી કે જે ભારતીય બજારમાં ચીની કંપનીઓની સાથે સ્પર્ધા કરી શકે. ભારતમાં ચીની સ્માર્ટફોનની લોકપ્રિયતાનો અંદાજ આ વાત પરથી લગાવી શકાય છે કે તાજેતરમાં પોકો કંપનીએ તેના 1.30 લાખ યુનિટ વેચ્યા છે.


જણાવી દઈએ કે આ સ્માર્ટફોન ફ્લિપકાર્ટ પર વેચાયો હતો. આ સ્માર્ટફોનની પ્રારંભિક કિંમત 10,999 રૂપિયા છે. તેમાં પાવરફૂલ બેટરી છે અને ફોટોગ્રાફી માટે ચાર કેમેરા આપવામાં આવ્યા છે. પોકો એમ 2 ની ઓનલાઈન સેલ હવે  ક્યારે થશે તે અંગે કંપનીએ કોઈ માહિતી આપી નથી પરંતુ પહેલા સેલમાં જ કંપનીએ રેકોર્ડ બ્રેક કરી દીધા છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application