પીએનઆર સ્ટેટસ અને ટ્રેનની માહિતી હવે વોટ્સએપ પર મળશે

  • December 04, 2020 11:13 AM 190 views

મુંબઈ બેઇઝ્ડ સ્ટાર્ટઅપ દ્વારા રેલ્વેની માહિતી સરળતાની ઉપલબ્ધ કરાવવાનો દાવો

ટ્રેનનાં સમય, ટિકિટ ક્ધફર્મેશન, ટ્રેનનું લાઈવ લોકેશન, પીએનઆર સ્ટેટસ સહિતની તમામ માહિતી મેળવવાની પદ્ધતિને વધુ સરળ બનાવવા માટે રેલોફાઈ નામની કંપ્નીએ એક નવી એપ લોન્ચ કરી છે. આ એપ્ના માધ્યમથી યુઝર્સ રેલ્વેની તમામ માહિતી સરળતાથી પોતાના વોટ્સએપ પર જ મેળવી શકે છે. આ માટે યુઝર્સે હવે ગૂગલમાં વધુ સર્ચ કરીને પરેશાન થવાની જરૂર નહીં રહે એવો કંપ્નીનો દાવો છે.


મુંબઈ બેઇઝ્ડ સ્ટાર્ટઅપ દ્વારા રેલોફાઈ એપમાં વધુ એક ફીચર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. કંપ્નીએ આ નવા ફીચારમાં રેલ્વે મુસાફરોને ધ્યાનમાં રાખીએ રેલ્વેતંત્રની તમામ માહિતી યુઝર્સનાં વોટસએપમાં જ મળી રહે તેવી વ્યવસ્થા કરી છે. રેલોફાઈએપમાં યુઝર્સને વોટ્સએપ્નાં માધ્યમથી ટ્રેનનું સ્ટેટ્સ, પીએનઆર સ્ટેટ્સ, ટ્રેન જર્ની ઈન્ફોર્મેશન, ટિકિટ બાબતની માહિતી વગેરેની સુવિધા અપાવામાં આવી છે.


જેને પીએનઆર સ્ટેટ્સ બાબતે માહિતી જોઈએ તેમને +91 9881193322 નંબર ઉપર પોતાનો 10 ડીજીટનો પીએનઆર નંબર શેર કરવાનો રહેશે. ત્યારબાદ તેમને રેગ્યુલર પીએનઆર સ્ટેટ્સ અને ટિકિટમાં તેનું વેઈટિંગ વગેરેની માહિતી પોતાના વોટ્સએપમાં જ મળી જશે. જો ટ્રેન મોડી થશે તો તેની માહિતી પણ સમય રહેતા જ વોટ્સએપ પર મળી જશે. સાથે સાથે યુઝર્સને મુસાફરી દરમિયાન પણ દરેક સ્ટેશનની માહિતી મળશે.


આ બાબતે રેલોફાઈનાં જણાવ્યા અનુસાર દર મહિને 60 લાખથી વધુ રેલ્વે મુસાફરો ટ્રેનની માહિતી માટે ગૂગલનાં ભરોસે રહે છે અને છતાં પણ તેમને ઘણી વખત સમય અથવા તો સાચી માહિતી મળી શકતી નથી. આથી આ તમામ જાણકારી એક જ પ્લેટફોર્મ અને સરળતાથી મળી રહી એ માટે રેલોફાઈ દ્વારા આ નવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં યુઝર્સની તેના વોટ્સએપમાં જ રેલવેની તમામ માહિતી ખૂબ સરળતાથી આપવાનો કંપ્નીનો દાવો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application