કિસાન સન્માન નિધિનો નવમો હપ્તો રીલીઝ કરતા વડાપ્રધાન, 9.75 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં 19,500 કરોડ રૂપિયા જમા

  • August 09, 2021 04:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પીએમ મોદીએ કિસાન સન્માન નિધિનો નવમો હપ્તો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રીલીઝ કર્યો છે. પીએમ કિસાન ના 9 મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે 2000 રૂપિયાનો હપ્તો પીએમ મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રીલીઝ કર્યો છે. જેમાં ​PM કિસાન સન્માન નિધિ યોજનાના રજિસ્ટર્ડ ખેડૂતોના ખાતામાં 2 હજાર રૂપિયાનો 9 મો હપ્તો જમા થયો છે.

 

પીએમ મોદીએ 9.75 કરોડ ખેડૂતોને સારા સમાચાર આપ્યા છે. આ તમામ ખેડૂતોના બેંક ખાતામાં 19,500 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. પીએમ-કિસાન યોજનાહેઠળ લાયક લાભાર્થી ખેડૂત પરિવારોને દર વર્ષે 6000 રૂપિયાનો આર્થિક લાભ આપવામાં આવે છે.

 

આ લાભાર્થીઓને આ રકમ 2000 રૂપિયાના 3 હપ્તામાં મળે છે. આ નાણાં સીધા ખેડૂતોના બેંક ખાતામાં DBT મારફતે મોકલવામાં આવે છે. આ અંતર્ગત અત્યાર સુધીમાં 1.38 લાખ કરોડ રૂપિયાથી વધુ ખેડૂત પરિવારોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ યોજના અંગે ખેડૂતો સાથે વાત કરી હતી. જેમાં ઓરિસ્સાના કટક જિલ્લાના નિયાલીના જોગેન્દ્ર નાથ દાસ ખૂબ આનંદ સાથે કહે છે કે અમારા જેવા દરેક જરૂરિયાતમંદ ખેડૂતને પીએમ કિસાન સન્માન નિધિથી ઘણો ફાયદો થયો છે. ખાસ કરીને કોરોના સમયગાળામાં તેનાથી ઘણી મદદ રહી છે.ગોવાના ખેડૂત પ્રતિભા રામ વેલીપીએ પીએમ મોદીને જણાવ્યું કે પીએમ કિસાનના હપ્તાઓને કારણે તે ખેતીની નવી પદ્ધતિઓનો પ્રયોગ કરી શક્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021