જામનગરના શાહી પરિવારે આપેલી પાઘડી પહેરી વડાપ્રધાન મોદીએ કર્યુ ધ્વજવંદન

  • January 26, 2021 10:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત આજે 72 મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. સંસદથી લઈને સરહદ સુધી ઉજવણીનું વાતાવરણ છે. પ્રજાસત્તાક દિન પર દર વર્ષની જેમ રાજપથ પર યોજાતી પરેડ આકર્ષણનું કેન્દ્ર છે. આ ઉપરાંત દિલ્હી સરહદ પર કૃષિ કાયદાઓનો વિરોધ કરનારા ખેડૂત સંગઠનો પણ ટ્રેક્ટર પરેડ માટે અડગ છે જેના પર પણ સૌની નજર છે. 
 

 વડાપ્રધાન મોદીએ નેશનલ વોર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ પીએમ મોદીએ વિઝિટર્સ બુકમાં વિચાર લખ્યા હતા. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહ, સીડીએસ જનરલ બિવિન રાવત, ત્રણેય સેનાના પ્રમુખ પણ હાજર રહ્યા હતા. 
 

ગણતંત્ર દિવસ પર વડાપ્રધાન મોદીએ આ વખતે જામનગરી પાઘડી પહેરી હતી. આ પાઘડી ખાસ એટલા માટે છે કે તે ગુજરાતના જામનગરના શાહી પરિવારે પીએમ મોદીને ભેટ તરીકે આપી હતી. આ પાઘડી પહેરી આજે વડાપ્રધાને ધ્વજવંદન કર્યું હતું. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application