મોદીના સોશિયલ એકાઉન્ટને સંભાળી શકે છે સુશીલા ચાનુ સહિતની આ મહિલાઓ 

  • March 05, 2020 04:10 PM 165 views

તાજેતરમાં જ મોદીએ એલાન કયુ હતું કે તેઓ મહિલા દિવસના પ્રસંગે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટને એ મહિલાઓને સોંપી દેશે જેનું જીવન અને કામ આપણને પ્રેરણા આપે છે. તેમણે એવું પણ કહ્યું હતું કે તેમના સહારે કરોડો દિલોમાં પ્રેરણા જગાડવામાં તેમને મદદ મળશે. મોદીના આ એલાન બાદ કંગના રનૌતની બહેન રંગોલીએ તેમને ભલામણ કરી છે કે મોદી રંગોલીને દાવેદાર બનાવે. જો કે અમુક એવી મહિલાઓ છે જેમણે માત્ર દેશને જ નહીં બલ્કે વૈશ્ર્વિક સ્તરે પણ ભારતનું નામ રોશન કયુ છે અને તેઓ મોદીની આ ઝુંબેશની દાવેદાર બની શકે છે.

સુશીલા ચાનુ
સુશીલા ચાનુ મહિલા ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન છે. તેઓ ૧૧ વર્ષની ઉંમરથી જ હોકી રમી રહ્યા છે. મણિપુરથી તેઓ આવે છષ અને નોર્થ ઈસ્ટ ઈન્ડિયામાં તેઓ હોકીને પ્રમોટ કરે છે. તેમની આગેવાનીમાં ભારતે ૩૬ વર્ષ બાદ ૨૦૧૬માં ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. તેમણે ૨૦૧૩માં જુનિયર ટીમની આગેવાની કરતાં હોકી જુનિયર વલ્ર્ડકપમાં ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો.

મિતાલી રાજ
મિતાલી રાજ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન છે. ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનારી તે પહેલી મહિલા ક્રિકેટર છે. તે બે વખત ક્રિકેટ વલ્ર્ડકપમાં ટીમની કમાન સંભાળી છે. આ ઉપરાંત તે પહેલી એવી ભારતીય મહિલા ક્રિકેટર છે જેણે ૬૦૦૦થી વધુ રન બનાવ્યા છે. તાપસી પન્નુ તેની બાયોપિકમાં પણ કામ કરી રહી છે અને તે મહિલા ક્રિકેટ ટીમને એક નવા મુકામ સુધી લઈ જવામાં સફળ રહી છે.

પ્રિયંકા ચોપડા
પ્રિયંકા ચોપડાએ માત્ર ભારતમાં જ નહીં બલ્કે વિદેશમાં પણ દેશનું નામ રોશન કયુ છે. પોપ સ્ટાર નિક જોનસ સાથે લ બાદ તેની બ્રાન્ડ વેલ્યુ ઘણી વધી ચૂકી છે. પ્રિયંકા યુએનની ગુડવીલ એમ્બેસેડર પણ છે અને અનેક પ્રોજેકટ સાથે સાથે તે પોતાના સોશ્યલ પ્રોજેકટને લઈને પણ ચર્ચામાં રહે છે.

ઈશિતા આનંદ
ઈશિતા આનદં બિટગિવિંગની સીઈઓ છે. આ એક ઓનલાઈન ક્રાઉડફન્ડીંગ પ્લેટફોર્મ છે. ખાસ વાત એ છે કે ઈશિતા આનદં એશિયાની ફોબ્ર્સ–૩૦ અન્ડર–૩૦માં પોતાનું નામ નોંધાવી ચૂકી છે.

અન્ના ચાંદીવે
અન્ના ચાંદીવે ભલે દીપિકા પાદુકોણની થેરેપિસ્ટ તરીકે વધુ લોકપ્રિય બની હોય પરંતુ અન્ના પોતાના ટવીટર એકાઉન્ટ પર અનેક એવી મહત્ત્વની જાણકારી શેયર કરે છે જે માનસિક સમસ્યાઓથી ઝઝૂમી રહેલા લોકો માટે કારગત સાબિત થઈ શકે છે. એના સેલિબ્રિટી થેરેપીસ્ટ હોવાની સાથે જે સોશ્યલ મીડિયા ઉપર હેલ્થ સાથે જોડાયેલી ટીપ્સ આપતી રહે છે.

દીપિકા પાદુકોણ
પ્રિયંકા ચોપડાની જેમ જ દીપિકા પાદુકોણ પણ ગ્લોબલ સેલિબ્રિટી છે. તે માત્ર હોલિવૂડ ફિલ્મો સાથે જોડાયેલી છે એટલું જ નહીં તે અનેક ઈન્ટરનેશનલ ફેશન પ્રોજેકટસ અને પ્રતિિત ફિલ્મ ફેસ્ટીવલમાં પોતાની હાજરી નોંધાવી છે. આવામાં મોદીનું એકાઉન્ટ દીપિકા સંભાળે તો નવાઈ પામવા જેવું નહીં રહે.

અનન્યા બિરલા
અનન્યા માત્ર સિંગર જ નથી પરંતુ સ્વતત્રં માઈક્રો ફાયનાન્સની ફાઉન્ડર પણ છે. આ સંસ્થા ગ્રામીણ ભારતમાં મહિલાઓને ફાયનાન્સ આપવાને લઈને એકજૂથ કરે છે. આ ઉપરાંત તે ઓનલાઈન સ્ટોર કયુરોકાર્ટની ફાઉન્ડર પણ છે. તે મેન્ટલ હેલ્થ સંસ્થા એમ્પાવરની કો–ફાઉન્ડર પણ છે. અનન્યા સોશ્યલ મીડિયા ઉપર સારી એવી ફેન ફોલોઈંગ પણ ધરાવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application