પીએમ મોદી રચશે ઇતિહાસ, સુરક્ષા પરિષદ બેઠકની અધ્યક્ષતા કરનાર દેશના પહેલા પ્રધાનમંત્રી બનશે 

  • August 01, 2021 04:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય મંચ પર એક ઇતિહાસ રચવા જઈ રહ્યા છે. દેશ આઝાદ થયા બાદ પહેલી વાર ભારતના પ્રધાનમંત્રી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠકમાં અધ્યક્ષ સ્થાન મેળવશે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના ભૂતપૂર્વ કાયમી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને રવિવારે આ માહિતી આપી. 1 ઓગસ્ટ એટલે કે આજથી ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની કમાન સંભાળશે. આ દરમિયાન, ભારત દરિયાઇ સુરક્ષા, શાંતિ રક્ષણ અને આતંકવાદ વિરોધી ત્રણ મુખ્ય ક્ષેત્રો સંબંધિત વિશેષ કાર્યક્રમો યોજવા માટે તૈયાર છે.

 

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના ભૂતપૂર્વ કાયમી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીનના જણાવ્યા અનુસાર, પીએમ મોદી 9 ઓગસ્ટના રોજ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી શકે છે. દેશના 75 વર્ષમાં ઇતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે કોઈ ભારતીય વડાપ્રધાન સંયુક્ત રાષ્ટ્રની 15 સભ્યોની સંસ્થાના કાર્યક્રમની અધ્યક્ષતા કરશે.

 

સૈયદ અકબરુદ્દીને ટ્વિટ કરી કહ્યું હતું કે, 'આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ ભારતીય વડાપ્રધાન હશે, જેમણે યુએન સુરક્ષા પરિષદની બેઠકની અધ્યક્ષતા કરવાનો નિર્ણય કર્યો છે. આ એ વાતની સાબિત આપે છે કે અમારા નેતાઓ હવે સામેથી નેતૃત્વ કરવા માંગે છે.'

 

વડા પ્રધાન મોદી, વિદેશ મંત્રી એસ જયશંકર અને વિદેશ સચિવ હર્ષવર્ધન સહિત ભારતના ઉચ્ચ અધિકારીઓની અધ્યક્ષતામાં અનેક ઉચ્ચસ્તરીય બેઠકો યોજાશે. સૈયદ અકબરુદ્દીને કહ્યું કે, 'યુએનએસસીમાં આ અમારી આઠમી ટર્મ છે, તેમ છતાં 75 વર્ષમાં પ્રથમ વખત એવું બન્યું છે કે અમારા રાજકીય નેતૃત્વએ સુરક્ષા પરિષદના કાર્યક્રમની અધ્યક્ષતામાં રસ દાખવ્યો છે.'

 

સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે ભારતનો બે વર્ષનો કાર્યકાળ 1 જાન્યુઆરી 2021થી શરૂ થયો હતો. ઓગસ્ટ મહિનાની અધ્યક્ષતા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે 2021-22ના સમયગાળા માટે ભારતની આ પહેલી અધ્યક્ષતા હશે. ભારત તેના બે વર્ષના કાર્યકાળના છેલ્લા મહિનામાં એટલે કે આવતા વર્ષે ડિસેમ્બરમાં ફરી કાઉન્સિલની અધ્યક્ષતા કરશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021