ભારતના ગણતંત્ર દિવસની પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા

  • January 26, 2021 08:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતના 72માં ગણતંત્ર દિવસની ઉજવણી રાજપથ પર શરુ થઈ ચુકી છે. આ વચ્ચે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી અને દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે. આ સાથે  જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ ટ્વીટ કરી શુભકામના વ્યક્ત કરી હતી. વડાપ્રધાન મોદીએ તેમના ટ્વીટમાં લખ્યું છે કે, દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભકામના.

 


કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું છે કે, ગણતંત્ર દિવસ ભારતની બહુરંગી વિવિધતા અને સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતનું પ્રતિક છે. આજે એ તમામ વિભૂતિઓનું સ્મરણ કરું છું જેના સંઘર્ષથી 1950માં આજના દિવસે આપણું બંધારણ લાગુ થયું અને સાથે જ એ વીરોને નમન કરું છું જેણે પોતાના શૌર્યથી ભારતીય ગણતંત્રની રક્ષા કરી છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application