વડાપ્રધાન મોદી કાલે 8 ટ્રેનોને દેખાડશે લીલી ઝંડી: બધી ટ્રેન સીધી પહોંચશે સ્ટેચ્યુ ઓફ યુનિટી

  • January 16, 2021 09:26 PM 726 views

ટ્રેનો વારાણસી, દાદર, દિલ્હી, અમદાવાદ, રીવા અને ચેન્નઈ સ્ટેશનોથી રવાના થશે


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાલે સવારે 11 કલાકે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા માટે 8 નવી ટ્રેનોને લીલી ઝંડી દેખાડશે. આ ટ્રેનો વારાણસી, દાદર, દિલ્હી, અમદાવાદ, રીવા અને ચેન્નઈ સ્ટેશનોથી રવાના થશે. અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી ટ્રેનમાં એક વિસ્ટાડોમ કોચ પણ હશે. તેને વિશેષ રૂપથી પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ટ્રેનની યાત્રાને સુંદર અને યાદગાર બનાવવા માટે બનાવવામાં આવ્યો છે. કોવિડ બાદ આ પ્રથમ તક હશે જ્યારે કોઈ પેસેન્જર ટ્રેનને લોન્ચ કરવામાં આવશે.


આ એક્સપ્રેસ ટ્રેન સેવા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જનારા પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવશે. અધિકારીઓએ કહ્યું કે, નિયમિત રેલ સેવાથી પર્યટન સ્થળ પર વધુ પ્રવાસીઓ આવશે. રેલ મંત્રાલયે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે કેવડિયા રેલવે સ્ટેશન બનાવ્યું છે, જેનું ઉદ્ઘાટન પણ કાલે પીએમ મોદી કરશે.
પીએમ મોદી કાલે દાભાઈ-ચંદોદ-કેવડિયા બ્રોડ ગેજ રેલ લાઇન અને પ્રતાપ્નગર-કેવડિયા નવ વિદ્યુતીકરણ ખંડનું ઉદ્ઘાટન કરશે. પ્રતાપ્નગર વડોદરા જિલ્લામાં સ્થિત છે અને આ ખંડમાં એક નિયમિત મેમૂ સેવા શરૂ થશે. એક અધિકારીએ કહ્યું કે, આ કનેક્ટિવિટીનું મુખ્ય ફોકસ સ્થાનીક અને બહારના પ્રવાસીઓને આકર્ષિત કરવાનું છે. સરકારે તેને સૌથી આકર્ષક પર્યટન કેન્દ્રોમાંથી એક બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.

કઈ કઈ ટ્રેનોને આપશે લીલી ઝંડી
1- 09103/04 કેવડિયાથી વારાણસી મહામાના એક્સપ્રેસ (સાપ્તાહિક)
2-02927 / 28 દાદર થી કેવડિયા દાદર કેવડિયા એક્સપ્રેસ (દૈનિક)
3-09247 / 48 અમદાવાદ થી કેવડિયા, જનશતાબ્દી એક્સપ્રેસ (દૈનિક)
4-09145 / 46 કેવડિયાથી હઝરત નિઝામુદ્દીન સંપર્કકર્ંતિ એક્સપ્રેસ (અઠવાડિયામાં 2 દિવસ)
5-09105 / 06 કેવડિયા થી રીવા, કેવડિયા રીવા એક્સપ્રેસ (સાપ્તાહિક)
6-09119 / 20 ચેન્નાઇ થી કેવડિયા, ચેન્નઈ કેવડિયા એક્સપ્રેસ (સાપ્તાહિક)
7-09107 / 08 પ્રતાપ્નગર થી કેવડિયા મેમુ ટ્રેન (દૈનિક)
8 09109/10 કેવડિયાથી પ્રતાપ્નગર મેમુ ટ્રેન (દૈનિક)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application