PM મોદીના માતા હીરાબાએ લીધી કોરોના રસી, વડાપ્રધાને ટ્વીટ કરી આપી જાણકારી

  • March 11, 2021 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેને કોરોનાની રસી લીધી છે. આજે તેમણે રસીનો પહેલો ડોઝ લીધો છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટર વડે આ જાણકારી શેર કરી હતી. પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યું હતું કે, મને જણાવતા આનંદ થાય છે કે મારી માતાએ આજે કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો છે. હું બધાને વિનંતી કરું છું કે જેમને રસી આપવામાં આવી રહી છે તે તમામ લોકો રસી લે. 

 

 

મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન મોદી પણ રસીનો પહેલો ડોઝ લઈ ચુક્યા છે. તેમણે 1 માર્ચે રસીનો ડોઝ લીધો હતો. પહેલી માર્ચથી દેશભરમાં 60 વર્ષથી વધુની વયના લોકો અને 45 વર્ષથી વધુની વયના એવા લોકોને રસી આપવામાં આવી રહી છે જે કોમોર્બીડ છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS