હીરાબાએ નિવાસ્થાનેથી શ્રીરામના ચરણમાં કર્યા વંદન, પીએમના કાર્યક્રમને નિહાળ્યો લાઈવ

  • August 05, 2020 06:52 PM 724 views

 

આજે અયોધ્યા ખાતે વડાપ્રધાન મોદીના હસ્તે રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક દિવસની ઉજવણી દેશભરના રામભક્તોએ કરી હતી. તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા પણ તેમના નિવાસસ્થાનેથી આ ક્ષણના સાક્ષી બન્યા હતા.

 

રામ મંદિરના ભૂમિ પૂજનના ઉત્સવનું લાઈવ ટેલિકાસ્ટ હીરા બાએ નીહાળ્યું હતું. તેઓ ટીવી સામે સતત હાથ જોડી અને જાણે રામભક્તિમાં લીન હોય તેમ જણાયું હતું. ઉલ્લેખનીય છે કે હીરા બા દેશના વડાપ્રધાન અને પોતાના દીકરાના દરેક કામના સાક્ષી બને છે અને ઉત્સાહથી તે કામ કરે પણ છે. 

 

જ્યારે જ્યારે વડાપ્રધાને દેશની જનતાને કોઈ અપીલ કરી છે ત્યારે ત્યારે હીરા બા પણ તેમાં ઉત્સાહ સાથે જોડાયેલા નજર પડ્યા છે. અગાઉ થયેલું દીપ પ્રાગટ્ય હોય, થાળી વગાડી કોરોના વોરિયર્સનું અભિવાદન હોય કે અન્ય કોઈ પણ આદેશ હીરા બા હંમેશા તે કરતાં જોવા મળ્યા છે. જેમ આજે તેઓ અયોધ્યાના રામ મંદિરની શિલાન્યાસ વિધિના સાક્ષી બન્યા હતા.  

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application