વડાપ્રધાન મોદીએ કેશુભાઈ પટેલના અને કનોડિયા પરીવારને મળી પાઠવી સાંત્વના

  • October 30, 2020 10:40 AM 1011 views

વડાપ્રધાન મોદીએ ગુજરાત પ્રવાસે છે ત્યારે તેઓ સૌથી પહેલા તેમના રાજકીય ગુરુ એવા કેશુભાઈ પટેલના પરીવારને મળવા પહોંચ્યા હતા. ગઈકાલે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન થયું હતું. ત્યારબાદ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસમાં ફેરફાર કરવામાં આવ્યો. પહેલા તેઓ સીધા કેવડિયા જવાના હતા પરંતુ કેશુભાઈના અવસાન બાદ તેઓ અમદાવાદ પહોંચ્યા બાદ બાય રોડ સીધા કેશુભાઈ પટેલના પરીવારને મળવા પહોચ્યા હતા. અહીં તેઓ કેશુભાઈના પરીવારને મળ્યા હતા અને સાંત્વના પાઠવી સ્વર્ગસ્થ કેશુભાઈને શ્રદ્ધાંજલી પાઠવી હતી. ત્યારબાદ તેઓ કનોડિયા પરીવારને મળવા રવાના થયા હતા. અહીં પણ મહેશ-નરેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ પાઠવી હીરાબાને મળવા રવાના થયા હતા. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેશુભાઈ પટેલના નિવાસસ્થાને નીકળ્યા ત્યારબાદ સોનલબેન દેસાઈ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમારી વચ્ચે આવ્યા અને દિલસોજી વ્યક્ત કરી હતી લાસ્ટ મોમેન્ટ કેવી રહી તેની પૂછપરછ કરી હતી. બાપાને કોવિડ થયો ત્યારથી તેઓ સતત બાપાના ખબર અંતર પૂછતા રહેતા હતા. પરિવારના મોભીની માફક અમારી વચ્ચે આવ્યા અમને ખૂબ સારું લાગ્યું. આ સાથે તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. 

બીજી તરફ હિતુ કનોડિયાએ પણ વડાપ્રધાનની મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરી હતી તેમણે કહ્યું હતું કે નરેશ-મહેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ પાઠવવા ખુદ વડાપ્રધાન આવ્યા અને પરિવારને સાંત્વના પાઠવી તે ગર્વની વાત છે. વડાપ્રધાને કહ્યું હતું કે બંને ભાઈઓનો પ્રેમ અમર થઈ ગયો. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application