PM મોદી સતત ગુજરાતના સંપર્કમાં : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વીડિયો કોન્ફરન્સથી સ્થિતિની સમીક્ષા કરી

  • May 17, 2021 09:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાવાઝોડું પ્રચંડ બની ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે દરિયાકાંઠા માટે ગ્રેટ ડેન્જરનું એલર્ટ આપ્યું છે. આ એલર્ટને પગલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સતત ગુજરાત સરકારના સંપર્કમાં છે. વાવાઝોડા સંદર્ભે તેઓ ગુજરાત સરકારના સંપર્કમાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આજે સવારે વિડીયો કોન્ફરન્સ કરીને ગુજરાતની વાવાઝોડા સામેની તૈયારીઓની સમીક્ષા કરી હતી. 

 


 

વાવાઝોડાની સંભાવનાને પગલે એન.ડી.આર.એફ.ની 44 ટીમો અને એસ. ડી. આર.એફ. ની 10 ટીમો તહેનાત કરવામાં આવી છે. એટલું જ નહીં ફાયર બ્રિગેડ, પોલીસ અને કોસ્ટગાર્ડની સેવાઓ લેવામાં આવી રહી છે. જરૂર પડે તો આર્મી, એરફોર્સ અને નેવીને પણ મદદ માટે સ્ટેન્ડ-ટુ રહેવાની સુચના આપવામાં આવી છે.

 


 

ગુજરાતના દરિયા કાંઠાના ગામો અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા અંદાજે દોઢ લાખ લોકોનું સલામત સ્થળે સ્થળાંતરણ કરાયું છે. દરિયામાં ગયેલા માછીમારો સલામત રીતે પાછા ફરે એ કામને અગ્રતા આપવામાં આવી હતી. આ માટે કોસ્ટ ગાર્ડની પણ મદદ લેવામાં આવી હતી. કચ્છ, સુરેન્દ્રનગર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રહેતા અગરિયાઓનું પણ સલામત સ્થળે સ્થળાંતરણ થઈ જાય એ માટેનાં પગલાં લેવામાં આવ્યા છે. 

 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021