વડાપ્રધાન આજથી ગુજરાતના પ્રવાસે, આજે ગાંધીનગર આવી કેશુભાઈ પટેલના પરીવારને મળશે ત્યારબાદ કેવડિયા જવા રવાના થશે

  • October 30, 2020 08:30 AM 444 views

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવનાર છે. ગઈકાલે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન થયું ત્યારબાદ વડાપ્રધાન મોદીના પ્રવાસમાં પણ ફેરફાર કરાયા છે. અગાઉ પીએમ શુક્રવારે કેવડિયા પહોંચવાના હતા પરંતુ હવે તેઓ ગાંધીનગર આવશે જ્યાં તેઓ કેશુભાઈ પટેલના પરીવારને મળશે. સંભાવના છે કે પીએમ કનોડિયા પરીવારની પણ મુલાકાત કરે. આ સપ્તાહમાં જ મહેશ કનોડિયા અને નરેશ કનોડિયાનું પણ નિધન થયું છે. તેવામાં વડાપ્રધાન તેમના પરીવારને પણ મળવા જાય તેવી સંભાવના છે ત્યારબાદ પીએમ કેવડિયા જવા રવાના થશે.  

વડાપ્રધાન આગામી તા.૩૧ ઓકટોબરે લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪પમી જન્મજ્યંતિએ કેવડીયામાં સરદાર સાહેબની વિશ્વની વિરાટત્તમ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિને ભાવાંજલિ અર્પણ કરવાના છે. આજે બપોર બાદ તેઓ કેવડીયા પહોચશે અને વિકાસ કામોના વિવિધ ૧૭ જેટલા પ્રોજેકટસના લોકાર્પણ તેમજ નવા ૪ પ્રોજેકટસના શિલાન્યાસ કરશે. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી   વિજયભાઇ રૂપાણી પણ પ્રધાનમંત્રી   સાથે જોડાવાના છે. 

વડાપ્રધાન ના દીર્ધદ્રષ્ટિ ભર્યા માર્ગદર્શન તથા પ્રેરણા અન્વયે વર્ષ ર૦૧૯ દરમિયાન વિક્રમજનક સમયમાં આ પ્રોજેકટસ ઝડપભેર પૂર્ણ કરવામાં આવ્યા છે.  બે વર્ષ અગાઉ તા.૩૧ ઓક્ટોબર, ર૦૧૮ના રોજ સરદાર સાહેબની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી રાષ્ટ્રને અર્પણ કર્યા બાદ વડાપ્રધાન એ કેવડિયાના સંકલિત વિકાસ માટે જુદાજુદા થીમ આધારિત પ્રોજેકટ હાથ ધરવા પ્રેરણા આપી હતી. આ પ્રોજેકટ વિક્રમજનક સમયમાં પૂર્ણ થતા કેવડિયા એક વિશ્વ સ્તરના પ્રવાસન કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે જયાં કુટુંબના દરેક વયજૂથના સભ્યો માટે રસપ્રદ આકર્ષણો ઉપલબ્ધ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application