PM મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન અને વડાપ્રધાન એલિઝાબેથને આપી આ ખાસ ભેટો

  • July 15, 2023 10:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સની બે દિવસીય મુલાકાત પૂરી કરીને UAE જવા રવાના થઈ ગયા છે. અહીં પીએમ મોદીએ ભારત અને ફ્રાન્સના બિઝનેસ લીડર્સ સાથે મુલાકાત કરી હતી.


13 અને 14 જુલાઈના રોજ પીએમ નરેન્દ્ર મોદી બે દિવસીય ફ્રાંસના પ્રવાસે હતા. તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, વડાપ્રધાન એલિઝાબેથ બોર્ને, ફ્રાન્સની નેશનલ એસેમ્બલીના સ્પીકર યેલે બ્રૌન-પિવેટ, ફર્સ્ટ લેડી બ્રિજિટ મેક્રોન, ફ્રેન્ચ સેનેટના ગેરાર્ડ લોર્ચરને અલગ-અલગ ભેટ આપી હતી.


PM નરેન્દ્ર મોદીએ ફ્રેન્ચ નેશનલ એસેમ્બલીના સ્પીકર યેલ બ્રૌન-પિવેટને હાથથી વણેલી 'સિલ્ક કાશ્મીરી કાર્પેટ' ભેટમાં આપી હતી. કાશ્મીરના હાથથી વણેલા રેશમી કાર્પેટ તેમની કોમળતા અને કારીગરી માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે.




પીએમ મોદીએ ફ્રાન્સના વડાપ્રધાન એલિઝાબેથ બોર્નને 'માર્બલ ઇનલે વર્ક ટેબલ' ભેટમાં આપ્યું. માર્બલ જડવાનું કામ એ અર્ધ કિંમતી પથ્થરોનો ઉપયોગ કરીને માર્બલ પર કરવામાં આવતી સૌથી આકર્ષક કલાકૃતિઓમાંની એક છે.




PM નરેન્દ્ર મોદીએ ફ્રાન્સની ફર્સ્ટ લેડી બ્રિજિટ મેક્રોનને ચંદનના બોક્સમાં પોચમપલ્લી સિલ્ક ઇકત સાડી ભેટમાં આપી હતી.




આ સિવાય પીએમ મોદીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને સિતાર ભેટમાં આપી છે જે ચંદનથી બનેલી છે. ચંદન પર કોતરવાની કળા સદીઓથી વિકસિત થઈ છે.





પીએમ મોદીએ ફ્રેન્ચ સેનેટના ગેરાર્ડ લોર્ચરને પણ ખાસ ભેટ આપી હતી. આ ભેટ ચંદનમાંથી હાથ વડે કોતરેલી મૂર્તિ છે.




આ સાથે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પણ વડાપ્રધાનને પ્રોસ્ટની નવલકથા અને શાર્લેમેન ચેસ ખેલાડીઓની પ્રતિકૃતિ ભેટમાં આપી હતી.




મેક્રોને પીએમને વર્ષ 1916ની ફ્રેમવાળી તસવીર પણ ભેટમાં આપી હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application