દીપ પ્રાગટ્ય વખતે પીએમ મોદીએ કપડામાં પણ દેખાડી દેશની એકતા....સોશિયલ મીડિયા પર ચર્ચા

  • April 06, 2020 10:12 AM 308 views


 
દેશ હાલમાં કોરોના વાયરસ રોગચાળા સામે એક યુદ્ધ લડી રહ્યો છે. આ મહાજંગમાં દેશવાસીઓમાં ઉત્સાહ જળવાઈ રહે અને દેશના દરેક નાગરિકને દેશ એક છે તે વાતનો અનુભવ થાય તે હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાત્રે દેશવાસીઓને દીવો પ્રગટાવવા અપીલ કરી હતી. આ અપીલમાં દેશના દરેક લોકો જોડાયા હતા. આ સમય દરમિયાન પીએમ મોદીએ ખુદ વડાપ્રધાનના નિવાસમાં દીવો પ્રગટાવ્યો હતો. પરંતુ આ ઉપરાંત તેમના કપડા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે. 
 

આમ તો દરેક વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કયા કપડા પહેરે છે અને કેવા પ્રકારનો સંદેશ આપે છે તે અંગે હંમેશા ચર્ચા થતી રહે છે. પરંતુ રવિવારના કપડા માટે થતી ચર્ચા અલગ છે. રવિવારએ વડાપ્રધાનએ વાદળી કુર્તો, સફેદ ધોતી અને સફેદ ગમછો ખભા પર રાખ્યો હતો. આ વાત પર સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે કે દેશને એક થવાનો સંદેશ આપી પીએમએ પોતાના પોષાકમાં પણ દેશની ચારેય દિશાને આવરી લીધી છે. તેમણે ઉત્તરનો કુર્તો, દક્ષિણથી ધોતી, પૂર્વોત્તરનો ગમછો પહેર્યો છે અને પીએમ મોદી પોતે પશ્ચિમથી છે.... 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application