ચંદ્રયાન-3 પૃથ્વીની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક લોન્ચ થતા PM મોદીએ પાઠવ્યા અભિનંદન

  • July 14, 2023 01:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇસરોએ મહામહેનતે બનાવેલ ચંદ્રયાન 3નું આજે બપોરે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સ્ટેશન ખાતેથી લોન્ચ કરવામાં આવ્યું છે. પુરા વિશ્વની નજર ભારતના આ મિશન પર અટકેલી હતી. 15મીનીટના સમયગાળામાં ચંદ્રયાન મિશન પૃથ્વીના ભ્રમણકક્ષામાં સફળતા પૂર્વક લોન્ચ થઇ ગયું છે.


ચંદ્રયાન-3ના ઓર્બીટ ચંદ્ર પર લોન્ચ થતા જ ભારત વિશ્વનો ચોથો દેશ બની જશે.આ મોટી સફળતા માટે ભલે PM મોદી ફ્રાન્સ હોય છતાં તેઓએ ઈસરોને અભિનંદન પાઠવ્યા છે.તેઓએ કહ્યું હતું કે, “ચંદ્રયાન-3 ભારતના સ્પેસ ઓડિસીમાં એક નવો અધ્યાય લખે છે. તે દરેક ભારતીયના સપના અને મહત્વાકાંક્ષાઓને ઉંચી ઉંચાઈ પર છે. આ મહત્વની સિદ્ધિ આપણા વૈજ્ઞાનિકોના અવિરત સમર્પણનો પુરાવો છે. હું તેમની ભાવના અને ચાતુર્યને સલામ કરું છું!”



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application