લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ દેશને કર્યું સંબોધન, 'સબકા સાથ, સબકા વિકાસ'ના મંત્રને આપી એક નવી દિશા  

  • August 15, 2021 08:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આઝાદીની 75મી વર્ષગાંઠ પર પીએમ નરેન્દ્ર મોદીએ સતત આઠમી વખત લાલ કિલ્લાપરથી રાષ્ટ્રને સંબોધન કર્યું. સરકારે 75મી વર્ષગાંઠને અમૃત મહોત્સવ નામ આપ્યું છે. પોતાના આઠમા સંબોધનમાં પીએમ મોદીએ સુભાષચંદ્ર બોઝથી લઈને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સુધીના તમામ બહાદુર શહીદોને સલામ કરી. પીએમ મોદીએ લાલ બહાદુર શાસ્ત્રીનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, 'દેશ આ તમામ મહાપુરુષોનો ઋણી છે, અને હંમેશા રહેશે. આ સાથે પીએમ મોદીએ ફરી એકવાર કોરોનાની રસી માટે અન્ય દેશો પર આધાર ન રાખવાની સિદ્ધિ વર્ણવી. 


 

વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભ્યાન 

 

આજે ભારતને અન્ય કોઇ દેશ પર નિર્ભર રહેવું પડ્યું નથી. તેનું મોટું કારણ આપણા દેશના વૈજ્ઞાનિકો અને ઉદ્યોગસાહસિકો છે. આ સાથે આપણે ગર્વથી કહી શકીએ કે વિશ્વનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ ભારતમાં ચાલી રહ્યો છે. દેશમાં 54 કરોડથી વધુ લોકોને રસી આપી છે.

 

ભારતના નિર્માણ માટે આ અમૃત કાળ

 

75 મી વર્ષગાંઠ પર પીએમ મોદીએ કહ્યું કે, 'આગામી 25 વર્ષની સફર અહીંથી શરૂ થશે, જ્યારે આપણે આઝાદીની શતાબ્દીની ઉજવણી કરીશું. નવા ભારતના નિર્માણ માટે આ અમૃત કાળ છે. આ અમૃત સમયગાળામાં આપણા સંકલ્પોની સિદ્ધિ આપણને આઝાદીના 100 વર્ષ સુધી લઈ જશે, દેશના ગૌરવમાં વધારો થશે.' 

 

સર્વાંગી વિકાસ 

 

પીએમ મોદીએ કહ્યું કે, 'તેમની સરકાર એ સુનિશ્ચિત કરી રહી છે કે સમાજના વિકાસની યાત્રામાં કોઈ વ્યક્તિ કે સમુદાય પાછળ ન રહે. વિકાસ સર્વાંગી હોવો જોઈએ. તાજેતરમાં સંસદમાં OBC સમુદાયના અનામત સંબંધિત ખરડો પણ પસાર કરવામાં આવ્યો છે.'

 

દેશને આપ્યો નવો મંત્ર 

 

પીએમ મોદીએ પોતાના ભાષણમાં દેશને બદલવાનો નવો મંત્ર આપ્યો. આ દરમિયાન તેમણે કહ્યું કે, 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ પછી, હવે આપણા લક્ષ્યોને હાંસલ કરવા માટે દરેકનો પ્રયાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે.'

 

આપણે એક જૂથ થવું જોશે

 

આપણે સમયની કદર કરવી જોશે. આ સમય આપણા માટે સૌથી યોગ્ય છે. આપણે પણ બદલાતા સમય સાથે પોતાને અનુકૂળ થવું પડશે. સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ સાથે આપણે એક જૂથ થવું જોશે. આજે સરકારી યોજનાઓની ઝડપ વધી છે અને નિર્ધારિત લક્ષ્યોને પ્રાપ્ત કરી રહી છે.'

 

ઓલિમ્પિક ખેલાડીઓને સન્માનિત કર્યા

 

પીએમ મોદીએ લાલ કિલ્લા પર હાજર ઓલિમ્પિક ખેલાડીઓને તાળીઓ વગાડીને સન્માનિત કર્યા. તેમણે કહ્યું કે આ ખેલાડીઓએ માત્ર દિલ જીત્યા નથી પણ યુવાનોને પ્રેરણા પણ આપી છે. રમત ગમત ક્ષેત્રે દેશનો દુનિયામાં ડંકો વગાડ્યો છે. 

 

આ બધા લોકો પૂજાને લાયક 

 

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, 'ડોકટરો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ, સફાઈ કામદારો, વૈજ્ઞાનિકો,  કોરોના વૈશ્વિક મહામારીમાં સેવામાં રોકાયેલા નાગરિકો, આ બધા લોકો પૂજાને લાયક છે. વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન આપણા દેશમાં ચાલી રહ્યું છે.'

 

ભાગલાની વેદના હજુ પણ યાદ આવે 

 

વિભાજનનો ઉલ્લેખ કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 'આપણે આઝાદીની ઉજવણી કરીએ છીએ, પરંતુ ભાગલાની વેદના હજુ પણ ભારતની છાતીને વીંધી રહી છે. તે છેલ્લી સદીની સૌથી મોટી દુર્ઘટનાઓમાંની એક છે. દેશે ગઈકાલે જ ભાવનાત્મક નિર્ણય લીધો છે. હવેથી, 14 મી ઓગસ્ટને 'વિભીષણ વિભીષિકા સ્મારક દિવસ' તરીકે યાદ કરવામાં આવશે.'

 

રાશનમાં એ ગ્રેડ ચોખા આપશે

 

જ્યારે સરકાર એ ધ્યેય સાથે ચાલે છે કે આપણે સમાજની છેલ્લી લાઈનમાં ઉભી રહેલી વ્યક્તિ સુધી પહોંચવું છે. એ ત્યારે બનશે જયારે કોઈ ભેદભાવ અને ભ્રષ્ટાચારને સ્થાન ના હોઈ. દેશના દરેક ગરીબ વ્યક્તિને પોષણ આપવું એ પણ સરકારની પ્રાથમિકતા છે. સરકાર પોતાની જુદી જુદી યોજનાઓ હેઠળ ગરીબોને સહાય આપે છે. ગરીબોને પૌષ્ટિક ખોરાક આપશે. હવે સરકાર રાશનમાં એ ગ્રેડ ચોખા આપશે. મિડ-ડે મિલમાં બાળકોને આપવામાં આવતા ચોખા કે રાશનમાં અપાતા ચોખા 2024 સુધીમાં તેનું સ્તર સુધારી એ ગ્રેડ કરવામાં આવશે.

 

કનેક્ટિવિટીનો નવો ઈતિહાસ

 

આજે નોર્થ ઈસ્ટમાં કનેક્ટિવિટીનો નવો ઈતિહાસ લખાઈ રહ્યો છે. આ જોડાણ હૃદયની સાથે સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પણ છે. ઉત્તર પૂર્વની તમામ રાજધાનીઓને રેલવે સેવા સાથે જોડવાનું કામ ખૂબ જ જલ્દી પૂર્ણ થવા જઈ રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021