૮૩ દિવસ પછી વડાપ્રધાન દિલ્હીની બહાર નીકળ્યા: વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ

  • May 22, 2020 11:28 AM 1074 views

બંગાળ અને ઓરિસ્સાની તારાજી નિહાળી: મમતા સાથે ચર્ચા

અમ્ફાન વાવાઝોડાના લીધે પશ્ચિમ બંગાળમાં ચારેકોર વિનાશ નોતર્યાની આકરણી કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળની મુલાકાત લીધી હતી. એક દિવસ પહેલાં જ મુખ્યમંત્રી મમતા બેનજીર્ની પીએમ મોદીને બંગાળ આવીને બર્બાદી જોવાનો પડકાર ફેંકયો હતો. પીએમ મોદી આજે કોલકત્તા એરપોર્ટ પહોંચી ગયા હતાં.  ત્યારબાદ પીએમ મોદી અને મમતા બેનર્જી કોલકત્તા સહિત ઉત્તર અને દક્ષિણ પરગનાના પ્રભાવિત ક્ષેત્રોનું હવાઇ નિરીક્ષણ કયુ હતું. પશ્ચિમ બંગાળમાં અમ્ફાન તોફાનના લીધે અત્યાર સુધી ૭૨ લોકોના મોત થઇ ચૂકયા છે. એકલા કોલકત્તામાં ૧૯ લોકોના મોત થઇ ચૂકયા છે.


આની પહેલાં મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પશ્ચિમ બંગાળ આવીને તબાહી જોવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે અત્યાર સુધીમાં પશ્ચિમ બંગાળમાં ૭૨ લોકોના મોત થઇ ચૂકયા છે. મેં આજ સુધી આવી તબાહી જોઇ નથી. હત્પં વડાપ્રધાનને અપીલ કરીશ કે તેઓ બંગાળ આવે અને સ્થિતિ જુએ. જે લોકોના મોત થયા છે તેમના પરિવારને ૨.૫ લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે.
ત્યારબાદ પીએમઓ કાર્યાલયે ટીટ કરીને માહિતી આપીને કે વડાપ્રધાન આજે પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. હવે જોવાની એ વાત છે કે પીએમ મોદી પૂરા ૮૩ દિવસ બાદ દિલ્હીની બહાર જશે. તેઓ લોકડાઉનની વચ્ચે આજે પહેલી વખત દિલ્હીથી બહાર હશે. છેલ્લે તેઓ ૨૯મી ફેબ્રુઆરીએ પ્રયાગરાજની મુલાકાત ગયા હતાં.


મમતા બેનર્જી અને કેન્દ્રની વચ્ચે છેલ્લાં કેટલાંય દિવસથી તનાતની જોવા મળી છે. પછી તે કોવિડ–૧૯ના કેસને લઇ હોય કે પ્રવાસી મજૂરોના કેસને લઇ. કોવિડ–૧૯ના કેસમાં કેન્દ્રની સ્વાસ્થ્ય ટીમને પશ્ચિમ બંગાળમાં આવવાથી મમતાએ રોકી દીધા હતા. ત્યારે તેના પર ખૂબ વિવાદ થયો હતો. તો પાછલા દિવસોમાં પ્રવાસી મજૂરોના મુદ્દા પર કેન્દ્ર સરકાર અને તૃણમૂલ કોંગ્રેસ સામ–સામે આવી ગયા હતા. લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં સાં પ્રદર્શન કર્યા બાદ હવે ભાજપની નજર આવતા વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણી પર છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application