પ્લાઝમા થેરેપીથી મૃત્યુના કેસમાં વધારો, કોરોનાવાયરસના દર્દીઓની મુશ્કેલીમાં વધારો થયો

  • September 13, 2021 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં કોરોનાવાયરસ મહામારી દરમિયાન પ્લાઝમા થેરેપીનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેની ચર્ચા પણ રહી હતી પરંતુ એક નવા અભ્યાસમાં એવો ચિંતાજનક ધડાકો થયો છે કે આ પદ્ધતિને લીધે કોરોનાવાયરસ ના દર્દીઓ ની મુશ્કેલીમાં વધારો થયો છે.

 

કેનેડા ના નેચર જનૅલના અભ્યાસમાં બહાર આવ્યું છે કે આ પદ્ધતિને કારણે મૃત્યુના કેસમાં પણ વધારો થયો છે કારણ કે આ પદ્ધતિ મુજબ પોતાની સારવાર કરનાર દર્દી ઓ સિરિયસ થઇ ગયા હતા અને ત્યારબાદ ઘણા બધા દર્દીઓના મૃત્યુ થઈ ગયા ના કેસ પણ નોંધાયા છે.

 

અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે આ પદ્ધતિ મુજબ સારવાર કરાવનાર દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે પરંતુ તેમને ફાયદો થવાને બદલે નુકસાન વધુ થયું છે અને આ પહેલા જે દાવા સફળતાના કરવામાં આવી રહ્યા હતા તે સાચા નથી અને આ પદ્ધતિ દર્દીઓ માટે ભારે નુકસાનકારક સાબિત થઈ છે.

 

કેનેડાના નિષ્ણાંતો દ્વારા અભ્યાસમાં એક હજારથી વધુ દર્દીઓને સામેલ કરવામાં આવ્યા હતા અને તેમનો રેકોર્ડ ચકાસવામાં આવ્યો હતો અને આ પદ્ધતિ મુજબ સારવાર લીધી તે પહેલાં અને ત્યાર પછીની પરિસ્થિતિ ની આંકડાકીય માહિતી એકત્ર કરવામાં આવી હતી.

 

જે કોરોનાવાયરસ ના દર્દીઓ એ આ પદ્ધતિ મુજબ સારવાર કરાવી નથી તેમના રેકોર્ડ પણ ચકાસવામાં આવ્યા હતા અને એમ કરીને સરખામણી કરવામાં આવી હતી અને તેનાથી એવું જાણવા મળ્યું છે કે આ થેરાપી ને કારણે કોરોનાવાયરસ ના દર્દીઓ ની મુશ્કેલી વધી ગઈ છે અને મૃત્યુના કેસમાં પણ વધારો થયો છે.

 

હવે દેશમાં અને વિદેશમાં પણ આ થેરેપીનો ઉપયોગ સામે શંકા ઊભી થઇ ગઇ છે ત્યારે આ પદ્ધતિ મુજબ સારવાર લગભગ નહીં કરવામાં આવે તેવી પણ શક્યતા છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021