સકારાત્મક ઊર્જાનું નિર્માણ કરતા છોડ અને વૃક્ષ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ફૂલછોડ ઘરના સુશોભનમાં ચારચાંદ લગાવવાનું કામ કરે છે. પરંતુ ઝાડ તથા છોડ સુંદરતા વધારવાની સાથે સાથે ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર પણ કરે છે. જો ઘરમાં વાસ્તુના હિસાબથી લગાવવામાં આવ્યા હોય તો ઘરમાં સુખ અને સમૃદ્ધિ તથા પ્રગતિના તમામ દ્વાર ખૂલી જાય છે. ઘરમાં ઝાડ છોડ લગાવવાથી તમને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે એ વિશે જાણીએ.

 

તુલસીનો છોડ 

 

તુલસીનો છોડ ઘરમાં લગાવવાથી કીટાણુ નકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવેશ કરતી નથી તેની સુગંધથી એસ્ટ્રોન માનસિક સંતુલન બનાવી રાખે છે, તેમજ વાતાવરણ સ્વચ્છ રહે છે. તુલસીના છોડ હંમેશા ઘરની ઉત્તર ઉત્તર-પૂર્વ કે પૂર્વ દિશામાં લગાવો. આ દિશામાં તુલસીનો છોડ લગાવવાથી બરકત આવે છે.

 

હળદરનો છોડ

 

તુલસીની જેમ હળદરનો છોડ પણ એક વરદાન છે, તેને ઘરમાં લગાવવાથી એક તો માખી મચ્છર આવતા નથી તેમજ બીજી બાજુથી નેગેટિવ એનર્જી દૂર રહે છે.

 

આસોપાલવનું વૃક્ષ

 

આસોપાલવ નામ પડતાં જ તમને ખ્યાલ આવી જાય છે કે ઘરમાંથી જે શોકનું હરણ કરી અને પ્રસન્નતા લાવવાનું કાર્ય કરે છે. આ વૃક્ષ ઉગાડવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને આત્મીયતાનો વધારો થાય છે.

 

જાસૂદનો છોડ 

 

લાલ રંગના ફૂલથી વધારે પોઝિટિવ એનર્જી બહાર આવે છે, જે મહિલાઓ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો લાલ ફુલ ઉગે છે તો તમારા જીવનમાં સૂર્યનો પ્રભાવ ખૂબ જ સારો પડે છે. તેને પૂર્વ દિશામાં ઉગાડવું જોઈએ.


વાંસનો છોડ

 

વાંસનો છોડ ઘરમાં ઉગાડવાથી સુખ-સમૃદ્ધિ આવે છે, તેમજ અમાસના લગાવવાથી હંમેશા નાણાકીય સધ્ધરતા બની રહે છે સાથોસાથ આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે.

 

બારમાસીનો છોડ

 

જાંબલી અને સફેદ બન્ને પ્રકારના ફૂલો ઘરમાં ઊંઘે તે શુભ માનવામાં આવે છે. જેને કુંડામાં ઉગાડવા જોઇએ ખાસ વાત તો એ છે કે તમને કોઈપણ પ્રકારની દિશામાં ઉગાડી શકો છો. આ છોડ ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવાની સાથે સાથે તંગી પણ દૂર કરે છે.

 

દેશી ગુલાબનો છોડ

 

તાજો ઊગેલું ગુલાબ માત્ર સકારાત્મક ઉર્જા જ નહીં પરંતુ દક્ષિણ પૂર્વ દિશામાં લગાવવાથી સુખ-સમૃદ્ધિ લાવવામાં મદદરૂપ થાય છે, સાથોસાથ કપલ્સમાં પ્રેમ વધારવા માટે પણ ગુલાબ ઉપયોગી થાય છે.


નાળિયેર, દેવદાર અને લીંબુના છોડ

 

આ છોડવા સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે તેમજ તેનાથી આસપાસનું વાતાવરણ સકારાત્મક બની રહે છે. વાસ્તુશાસ્ત્રના જણાવ્યા પ્રમાણે લીંબુનો છોડ વાસ્તુ દોષ દૂર કરવા માટે પ


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS