૧૦ કરોડ ગરીબોના ખાતામાં રૂા.પાંચથી છ હજાર નાખવા અયોજન

  • March 26, 2020 12:03 PM 591 views

  • મોદી સરકાર પિયા ૬૦,૦૦૦ કરોડ ખર્ચી નાખશે, કોરોનાને પગલે ગરીબોને સધિયારો મળશે


કોરોનાવાયરસ ના પગલે દેશમાં બધં છે અને ધંધા રોજગાર ઉધોગો બધં પડી ગયા છે ત્યારે અત્યતં ગરીબ લોકો મુશ્કેલીમાં ના મુકાય તે માટે કેન્દ્ર સરકાર દેશના ૧૦ કરોડ ગરીબ પરિવારોના બેંક ખાતામાં પિયા પાંચથી છ હજાર નાખશે.


કટોકટીના સમયે કેન્દ્ર સરકાર ગરીબ દેશવાસીઓને મદદ કરવા માંગે છે અને તેના માટે પિયા ૬૦,૦૦૦ કરોડનો બોજો કેન્દ્ર સરકારની તિજોરી પર આવવાનો છે. જો કે કેન્દ્ર સરકારના સિનિયર અધિકારીઓએ આ સ્કીમ માટેની નાણાકીય સાઈઝ નો પરફેકટ અંદાજ હજુ રજૂ કર્યેા નથી અને પ્રાથમિક ગણતરી એ પિયા ૬૦,૦૦૦ કરોડ ખર્ચાશે તેમ કહ્યું છે.


આ ઉપરાંત દેશમાં એકવીસ દિવસ સુધી બધં પાળવામાં આવ્યો છે ત્યારે આર્થિક ગતિવિધિ બધં પડી ગઈ છે અને નાનાથી માંડીને મોટા ઉધોગો બધં થઈ ગયા છે ત્યારે એમ.એસ.એમ.ઈ માટે લોન ના હા ભરવામાં મોટી રાહતની પણ જાહેરાત થઈ શકે છે અને આ માટે ટોચના લેવલે ચર્ચા વિચારણા ચાલી રહી છે.


સરકારના અંતરગં વર્તુળોએ એવી માહિતી આપી છે કે સ્મોલ માઈક્રો અને મીડીયમ એન્ટરપ્રાઇઝ માટે લોનના હા ભરવા અત્યારે ખૂબ જ મુશ્કેલ બની ગયા છે અને કેન્દ્ર સરકાર આ હકીકત જાણે છે માટે જ ટૂંક સમયમાં આ દિશામાં રાહતની જાહેરાત થઈ શકે છે.


દેશમાં કોરોનાવાયરસ ના આક્રમણ ને પગલે લોકોને અને ધંધા રોજગારને આર્થિક પેકેજ આપવાના ભાગપે આ બધી રાહતની જાહેરાત થવાની છે અને મોટાભાગે એક–બે દિવસમાં જ આ જાહેરાત થાય તેવી સંભાવના દેખાઈ રહી છે.


આમ તો કેન્દ્ર સરકાર ૧.૫ લાખ કરોડનું આર્થિક રાહત પેકેજ જાહેર કરશે તેમ માનવામાં આવે છે અને અત્યારે કેન્દ્ર સરકારમાં ટોચના લેવલે આ બાબતે મિટિંગોનો દોર ચાલી રહ્યા છે. કેન્દ્ર સરકાર સાથે સંકળાયેલા ટોચના અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે આ પ્રોત્સાહન પેકેજ ૨.૩ લાખ કરોડ પિયા સુધીનું હોઈ શકે છે. આ પિયાનો ઉપયોગ ૧૦ કરોડ જનતાના એકાઉન્ટમાં પિયા સીધા ટ્રાન્સફર કરવા અને લોકડાઉનથી વધારે અસરગ્રસ્ત થયેલા બિઝનેસની મદદ કરવા માટે કરવામાં આવી શકે છે.


હાલમાં દેશ કોરોના વાયરસને કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં આર્થિક મોરચે લડત લડી રહ્યો છે ત્યારે ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશવાસીઓને મોટી રાહત આપી છે. નાણાકીય વર્ષ ૨૦૧૮–૧૯ માટે આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની તારીખ ૩૦મી જૂન સુધી આગળ વધારી છે. નાણામંત્રીએ કહ્યું કે કોરોનાને પહોંચી વળવા માટે બહું જલદી રાહત પેકેજ બહાર પાડવામાં આવશે. રાહત પેકેજ પર કામ હજુ ચાલુ છે. તેમણે કહ્યું કે કોરોના સામે લડત લડવા માટે લોકડાઉન કરાયું છે. કોરોનાથી બચવા માટે જરી પગલાં લેવાયા છે.


આ ઉપરાંત નાણાકીય વર્ષ ૨૦૧૮–૧૯ના ઈન્કમ ટેકસ રિટર્ન ભરવામાં મોડું થાય તો પેનલ્ટીને પણ ૧૨ ટકાથી ઘટાડીને ૯ ટકા કરવામાં આવી છે. આધાર–પેન લિંક કરવાની તારીખ પણ આગળ વધારીને ૩૦ જૂન કરવામાં આવી છે. 'વિવાદથી વિશ્વાસ'ની સ્કીમની તારીખ પણ ૩૦ જૂન સુધી વધારવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application