માસિક સમયે ખીલ થાય છે ? તો આ ઉપાય અજમાવો એકવાર

  • February 14, 2020 01:37 PM 11 views

માસિકના દિવસો નજીક આવે તે સમયે યુવતીઓને અનેક તકલીફો થાય છે તેમાંથી એક તકલીફ છે ચહેરા પર ખીલ થવાની. શરીરના હોર્મોન્સમાં ગડબડ થવાથી ચહેરા પર ખીલ થઈ જતા હોય છે. માસિકનો સમય પૂર્ણ થાય એટલે આ ખીલ મટી જાય છે. પરંતુ તેના ડાઘ ચહેરા પર રહી જાય છે. પરંતુ આજે તમને અહીં એવા ઉપાય વિશે જણાવીશું જેને અમલમાં મુકશો તો ચહેરા પર ખીલ થશે જ નહીં.

 
- માસિક આવવાના 7 દિવસ પહેલાથી રૂની મદદથી ચહેરા પર વિનેગર લગાવો. આવું દિવસમાં બેવાર અચૂક કરો.

- માસિક પહેલા ખાસ ધ્યાન રાખવું કે શરીરમાં પાણીની ખામી ન રહે. પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું અને સાથે જ સંતરાનું જ્યૂસ, લીંબુ શરબત પણ પીવું. 

- તમારા રોજીંદા આહારમાં લીલા શાકભાજી, ફળનો સમાવેશ જરૂરથી કરો. આ સમય દરમિયાન જંક ફૂડ, તળેલા ખોરાક ખાવાથી બચવું જોઈએ.   

- હોર્મોન્સમાં ફેરફાર થવાથી શરીરનું સ્ટ્રેસ લેવલ વધી જાય છે. તેમ છતાં પ્રયત્ન કરવો કે તમે આ દિવસો દરમિયાન શાંત રહો.