પાયલોટની ફરિયાદ ટાટાને પડી મોંઘી, એર ઈન્ડિયાએ ચૂકવવો પડશે 1.10 કરોડનો દંડ

  • January 24, 2024 05:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

DGCAએ ટાટા ગ્રુપની કંપની એર ઈન્ડિયા પર 1.10 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. બોઇંગ B777 એરક્રાફ્ટને ઉડાડતા પાઇલટે એર ઇન્ડિયા પર લાંબા રૂટની ફ્લાઇટ્સમાં સુરક્ષા નિયમોની અવગણના કરવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી એવિએશન સેક્ટર રેગ્યુલેટર ડીજીસીએએ એર ઈન્ડિયા વિરુદ્ધ તપાસ કરી.


DGCA એ આરોપોની વ્યાપક તપાસ હાથ ધરી હતી અને પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું હતું કે એર ઈન્ડિયાએ નિયમોનું પાલન કરવામાં બેદરકારી દાખવી હતી. આ પછી DGCAએ એર ઈન્ડિયાને 'કારણ બતાવો' નોટિસ જારી કરી હતી. કંપની તરફથી સંતોષકારક જવાબ ન મળવા પર DGCAએ એર ઈન્ડિયા પર 1.10 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે.


બી777ના ભૂતપૂર્વ પાયલટે ગયા વર્ષે ઓક્ટોબરમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ડીજીસીએને નિયમોના ભંગ અંગે જાણ કરી હતી. આ ફરિયાદ એર ઈન્ડિયા દ્વારા ભાડે લીધેલા B777 એરક્રાફ્ટની હતી. તેમણે કહ્યું કે એરલાઈન્સ ઈમરજન્સી ઓક્સિજન સપ્લાયની જરૂરી વ્યવસ્થા વિના આ વિમાનોમાં લાંબા અંતરની મુસાફરી કરે છે. એર ઈન્ડિયા દ્વારા ભાડે લીધેલા B777 એરક્રાફ્ટમાં રાસાયણિક ઓક્સિજન જનરેશન સિસ્ટમ છે, પરંતુ તે લગભગ 12 મિનિટ સુધી ચાલે છે, અને તેથી સાન ફ્રાન્સિસ્કો અને ત્યાંથી આવતી એરલાઈન્સની સીધી ફ્લાઈટમાં તેનો ઉપયોગ થતો નથી.


હાલમાં જ દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગો પર 1.20 કરોડ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. એક કંપનીની ફ્લાઈટના મુસાફરો રનવે પર આવી ગયા હતા અને ત્યાં જ ખાવાનું શરૂ કરી દીધું હતું. નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ આ ઘટનાક્રમ પર ભારે નારાજગી વ્યક્ત કરી હતી. હવામાનમાં સુધારાને કારણે દિલ્હી અને ઉત્તર ભારતના અન્ય એરપોર્ટ પર ફ્લાઇટની કામગીરી સરળ બની છે. પરંતુ વહેલી સવારની ફ્લાઈટ્સ હજુ પણ ધુમ્મસની સમસ્યાનો સામનો કરી રહી છે, જેના કારણે વિમાનો મોડા પડી રહ્યાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application