ઉડતા વિમાનમાં પાયલેટને આવ્યો હાર્ટએટેક અને પછી...

  • August 27, 2021 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાંગ્લાદેશથી જઇ રહેલા થયેલા વિમાનને નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. વાત એમ છે કે, 126 મુસાફરોને લઈ બાંગ્લાદેશ જતી ફાઇટના પાયલેટને અચાનક હાર્ટ એટેક આવ્યો. આખરે આ વિમાને નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. હાલ તમામ મુસાફરો સંપૂર્ણપણે સુરક્ષિત છે અને પાયલોટને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

 

આ વિમાન એરલાઇન્સની ફ્લાઇટ મસ્કતથી ઢાકા જઇ રહી હતી. વિમાન ભારત ઉપરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે પાયલોટને હૃદયરોગનો હુમલો આવ્યો. આ સમય દરમિયાન વિમાન રાયપુર નજીક હતું અને તેણે ઇમર્જન્સી લેન્ડિંગ માટે કોલકાતા એટીસીનો સંપર્ક કર્યો હતો.

 

કોલકાતા એટીસીએ વિમાનને નાગપુર ખાતે ઉતરવાનું કહ્યું.  વિમાન 11.40 મિનિટ પર નાગપુર પહોંચ્યું. પાયલોટને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મુસાફરો અને સ્ટાફના મેમ્બર બધા સલામત છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021