એક કબૂતરે પોલીસ અને ખુફિયા એજન્સીના નાકમાં કર્યો દમ, પાકિસ્તાનથી આવ્યું હોય તેવું અનુમાન 

  • August 03, 2021 04:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક કબૂતરે પોલીસ અને ખુફિયા એજન્સીને દોડતી કરી દીધી છે. હવે આ શંકાસ્પદ કબૂતર પાછળ કોણ છે તેની તાપસ ચાલી રહી છે. પૂરો મામલો એવો છે કે સરહદ પાસે આવેલ જિલ્લા બિકાનેરમાં એક કબૂતર પકડાયું છે. એવી માહિતી મળી છે કે કબૂતર પાકિસ્તાન તરફથી ઉડીને આવ્યું છે. આ કબૂતર પર પાકિસ્તાની મોબાઈલ નંબર લખેલો છે. આ વાત સામે આવતા ખુફિયા એજન્સીના અધિકારીઓ આ મામલાની તાપસ કરવામાં લાગી ગયા છે.  

 

કબૂતર પાકિસ્તાન તરફથી ઉડતું આવીને બિકાનેર જિલ્લાના મહાજન ક્ષેત્રમાં સોમવારે આવ્યું હતું. તેજાણા પાસે 7 બીએચએમમાં ગામ લોકોએ આ કબૂતરને પકડ્યું હતું. તેમને કંઈક ગડબડ લાગી એટલે તેને પોલીસને જાણ કરી. તુરંત પોલીસ ઘટના સ્થળ પર પોહચી અને કબૂતરને કબ્જામાં લીધું. કબૂતરના પગ પર કંઈક નિશાન હતું જે જોતા લાગતું હતું કે તેના પગ પર કંઈક બાંધીને મોકલવામાં આવ્યું હોય. આ સાથે કબૂતરના ઉપરના ભાગ પર એક મોબાઈલ નંબર લખેલો હોય. તે મોબાઈલ નંબર પાકિસ્તાનો છે તેવું જાણવા મળ્યું છે. આ જાણકારી મળતા ખુફિયા એજન્સીના અધિકારીઓ ઘટના સ્થળ પર પોહચી ગયા અને કબૂતરને કબ્જે કર્યું. 

 

પહેલા પણ આવું એક કબૂતર મળ્યું હતું

 

સરહદી વિસ્તાર હોવાથી પોલીસ અને ખુફિયા એજન્સીએ આ મામલાએ ગંભીરતાથી લીધો છે. આસપાસના વિસ્તારના લોકોની પૂછતાછ કરી તે કોની પાસે ગયું હતું તે બાબતની માહિતી મેળવવામાં આવી રહી છે. આની પહેલા પણ એક આવું કબૂતર પકડવામાં આવ્યું હતું. તેની પર ઉર્દુમાં કઈ લખ્યું હતું. તે કબૂતર પાકિસ્તાન તરફથી આવ્યું હતું તેવું અનુમાન કાઢવામાં આવ્યું હતું. હાલ જે કબૂતર મળ્યું છે તેની પુરી તાપસ કરવામાં આવી રહી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021