મહુવા પોલીસ સ્ટેશનના પી.આઇ. નકુમને સસ્પેન્ડ કરતાં ડી.જી.પી.

  • September 16, 2020 09:21 AM 134 views

રાજ્યમાં દારૂ અને જુગાર સહિતની ગેરકાયદેસરની પ્રવૃત્તિ કોઇપણ સંજોગોમાં નહિ ચાલે તે અભિગમને વધુ સ્પષ્ટ કરતાં રાજ્ય પોલીસ વડા  આશીષ ભાટિયા દ્વારા   પી.આઇ. નકૂમને સસ્પેન્ડ કરવામાં આવેલ છે.

ગત તા. ૩ ના ભાવનગર જીલ્લાના મહુવા પોલીસ સ્ટેશન વિસ્તારના મહુવા શહેરમાં રાજ્યની સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા એક જુગારની રેઇડ કરવામાં આવેલ હતી. આ રેઇડમાં કુલ રૂા. ૪.૬૫ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ હતો.આ રેઇડના અનુસંધાને આવી જુગારની પ્રવૃત્તિની બાતમી મેળવવામાં તેમજ આવી પ્રવૃત્તિ રોકવાની નિષ્ફળતા બદલ ડી.જી.પી. દ્વારા મહુવા પોલીસ સ્ટેશનના પી.આઇ. એમ. બી. નકુમને સસ્પેન્ડ કરવામાં આવેલ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application