એરપોર્ટનું ફેઝ–૧નું કામ આવતા વર્ષે ઓગસ્ટ સુધીમાં ૫ૂરું

  • June 18, 2021 06:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફેઝ–૨નું કામ માર્ચ ૨૦૨૩ સુધીમાં પૂર્ણ થશે: ૧૪૦૦ કરોડની કામગીરીનો પ્રોજેકટ થશે સાકાર: રન વે ૩૦૪૦ મીટરનો બનશે: ૪૬ ટકા કામગીરી પૂર્ણ: પેરેલલ ટેકસી ટ્રેક  ૯૦ ટકા પૂર્ણ : એપ્રોન પૂર્ણ– ગ્રેડિંગ વર્ક ૫૦ ટકા પૂર્ણ બાઉન્ડ્રી વોલ ૨૭ કિ.મી.ની બનશે: ૩૦ ટકા કામગીરી પૂર્ણ : કલેકટર રેમ્યામોહન

 


રાજકોટ પ્રધાનમંત્રીના હસ્તે શિલાન્યાસ થયેલા મોટા પ્રોજેકટ પૈકીનો એક પ્રોજેકટ રાજકોટ નજીક આકાર પામી રહયો છે અને તે છે હિરાસર પાસે આવેલું ગ્રીન ફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ. મુખ્યમંત્રી વિજયભાઈ પાણીના નેતૃત્વમાં ગુજરાતે કોરોનાની મહામારી વચ્ચે પણ વિકાસ કાર્યેાને અટકવા નથી દીધા. રાજકોટ નજીકનું વલ્ર્ડ કલાસ સુવિધાઓથી સ બનનાર ઇન્ટરનેશનલ એરપોર્ટ ગુજરાતના પરિવહન ક્ષેત્રના વિકાસની સાથે નાગરિક સુવિધાઓને નવી દિશા આપશે.

 


રાજકોટ શહેરની બહાર અમદાવાદ નેશનલ હાઈવે પર હિરાસર નજીક ૧૦૨૫ હેકટરની વિશાળ જમીન પર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્રારા વલ્ર્ડ કલાસ સુવિધા સાથે નવું ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવી રહ્યું છે.

 


એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીયાના આ પ્રોજેકટ પર દેખરેખ રાખી રહેલા જનરલ મેનેજર લોકનાથ પાધેએ જણાવ્યું કે પ્રથમ ફેઝનું કામ અંદાજે ૬૭૦ કરોડનું છે. જે ઓગસ્ટ ૨૦૨૨ સુધીમાં પુર્ણ થશે. જયારે ટર્મીનલ બિલ્ડીંગ સહિતનું કામ બીજા ફેઝમાં આવશે. જે ટુંક સમયમાં શ થશે અને ડીસે. ૨૦૨૨ સુધીમાં પુર્ણ કરી માર્ચ ૨૦૨૩ સુધીમાં પ્રોજેકટ લોંચ કરી દેવાનો  અમારો લયાંક છે.કુલ ૧૪૦૦ કરોડનો પ્રોજેકટ સાકાર થવા જઇ રહયો છે.      

 


કલેકટર રેમ્યા મોહને કહયું હતું કે આ પ્રોજેકટને લીધે સ્થાનિકોને રોજગારીમાં વધારો થઇ શકે છે. લોકોના પરીવહન  મુસાફરી સેવાઓની ગુણવતા પણ વધશે. એટલું જ લાંબા ગાળે આ વિસ્તારનો વિકાસ થવાની સાથે લોકોને સીધો લાભ મળતો હોય છે. પ્રધાનમંત્રીનું પણ વિઝન છે કે સામાન્ય લોકોને પોસાય  તેવી ઉડાન સેવાઓ ઉપલબ્ધ થાય અને તે માટે સરકાર દ્રારા કામગીરી કરવામાં આવી રહી છે.

 


આ એરપોર્ટના નિર્માણની કામગીરી સાથે જોડાયેલ  કંપનીના પ્રોજેકટ હેડ  સંતોષ યાદવે કહ્યું કે એ.એ.આઇ.નો આ પ્રથમ ઈ.પી.એસ. કોન્ટેકટ પ્રોજેકટ છે, જેમાં કંપનીએ સફળતાપૂર્વક કેટલુંક ચેલેન્જિંગ કામ કયુ છે. તેઓએ કહ્યું કે ફેઝ–૧ નું કામ અમારી કંપની દ્રારા કરવામાં આવી રહયું છે, જે ૨૦૨૨ ના વર્ષના અતં પહેલા પૂર્ણ કરી દેવાશે. ટર્મિનલ બિલ્ડીંગ અને અન્ય આખરી ઓપની કામગીરી બીજા તબક્કામાં હાથ ધરવામાં આવનાર છે. હાલ ૩૦૪૦ મીટરના સિંગલ રન વે ની કામગીરી ૪૬ ટકા થઈ ગઈ છે.
કંપનીના સર્વે મેનેજર રમેશકુમાર મીનાએ કહ્યું કે આ જગ્યા ઉપરની જમીન ખૂબ જ ખાડા ટેકરા વાળી હોવાથી અમારા માટે આ ઉબડખાબડ જમીનનું લેવલીંગ કરવાનું કાર્ય પડકારજનક હતુ. કોઈક સ્થળે ૧૨ થી ૧૪ મીટર જમીન ઐંચી – નીચી હોવાથી મોટા પાયે મશીનરી મેનપાવર મૂકીને તેના લેવલીંગની કામગીરી કરવામાં આવી રહી છે. કોરોના કાળમાં પણ આ કામગીરી અટકી નથી.

 


પ્રોજેકટ અંગે મળેલી વિગતો મુજબ ૩૦૪૦ લંબાઈના વન વેમાં ૪૫ મીટર પહોળાઈ અને બંને છેડે ૧૦ મીટરનો સોલ્ડર અંદાજે ૬૦ મીટર પહોળો રહેશે. એપ્રોન એરિયા (પ્રવાસીઓને લાઈટમાં ચડવા ઉતરવા માટેની જગ્યા) ની કામગીરી થઈ ગઈ છે, જેનો વિસ્તાર ૩૫૪  ૧૫૨ મીટર રહેશે. પેરેલલ ટેકસી ટ્રેક ત્રણ લિન્ક થી જોડાયેલ છે, જેનું કામ પણ ૯૦ ટકા પૂર્ણ થયેલ છે. જયારે ગ્રેડિંગ વર્ક ૫૦ ટકા થઇ ગયું છે.

 


એરપોર્ટ મથકની ફરતે બાઉંટ્રી વોલ ૨૭ કિ.મી ની રહેશે જેમાં સાત કિલોમીટરનું કામ પૂર્ણ થઇ ગયું છે. એ પહેલા ઓપરેશન વોલ પણ અંદાજે ૧૧ થી ૧૪ કિલોમીટરની રહેશે. યાં સમાંતર ડામર રોડ અને વોચ ટાવરો પણ ઉભા કરાશે. મોટું ફાયર સ્ટેશન પણ બનાવવામાં આવી રહ્યું છે. ટ્રેકને ટ્રાફિક મુકત કરવા માટે આઇસોલેટેડ ઝોન પણ બનાવવામાં આવી રહ્યો છે. અમદાવાદ નેશનલ હાઇવે ટચ એપ્રોચ રોડ અને ત્યાંથી અંદાજે ત્રણ કિલોમીટર બંને સાઇડ એન્ટ્રી માર્ગ પર પ્લાન્ટેશન અને વિશાળ પાકગની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

 


હિરાસર ગ્રીન ફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટના નિર્માણની કામગીરીમાં ૨૫૦ થી વધુ એન્જિનિયર અને અન્ય કર્મચારીઓ મળી ૧૩૦૦ થી વધુ મેન પાવર તેમજ ૧૦૦ થી વધુ ડમ્પર અને ૨૫૦ થી વધુ ડ્રાઇવર કામ કરી રહયા છે. સમગ્ર પ્રોજેકટ પર દેખરેખ અને ફોલોઅપ તેમજ આ કામ સમય મર્યાદામાં થાય તે માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સિનિયર અધિકારીઓ પણ જહેમત ઉઠાવી રહ્યા છે.

 


આ ઉપરાંત રાજકોટના પ્રાંત અધિકારી ચરણ સિંહ ગોહિલ પણ સ્થાનિક તત્રં સંલ કામગીરીનું સંકલન કરી રહ્યા છે. હિરાસર એરપોર્ટ માટે જમીન સંપાદનની કામગીરી હોય કે સરકારની કચેરીઓ સંલ મંજૂરીઓ તેમજ અન્ય કામગીરીઓમાં રાજકોટ જિલ્લા વહીવટી તત્રં દ્રારા એરપોર્ટ ઓથોરિટી સાથે સંકલનમાં રહીને સહકાર સાથે સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

 


કલેકટરએ અંતમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ખાતમુહર્ત થયેલા ગુજરાતના મોટા પ્રોજેકટ પૈકીના એક એવા હિરાસર એરપોર્ટના નિર્માણની કામગીરીમાં મુખ્યમંત્રી વિજયભાઈ પાણીના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તત્રં દ્રારા એરપોર્ટ ઓથોરિટી સાથે સંકલન અને જમીન સંપાદનની કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવામાં આવી હતી અને આ એરપોર્ટનું કામ સમય મર્યાદામાં ઝડપથી પૂર્ણ થાય તે માટે જિલ્લા પ્રસાશન કટીબધ્ધ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS