રાજકોટમાં PGVCLના દરોડા : 41 ટીમ મેદાને, સ્થાનિક પોલીસ, SRP સહિતના સુરક્ષા દળ તૈનાત

  • April 05, 2023 10:33 AM 

રાજકોટમાં આજે ફરી PGVCL એક્શન મોડ પર જોવા મળી છે. રાજકોટમાં આજે PGVCLની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. PGVCLની અલગ અલગ વિસ્તારોમાં 41 ટીમો મેદાને ઉતરી છે.

PGVCLના દરોડાને લઇને વીજચોરી કરનારાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. રાજકોટ PGVCLની ટીમ આજે સવારથી વીજચોરી ઝડપી પાડવા મેદાને ઉતરી હતી. આ પહેલા રાજકોટ શહેર સહિત ગઢડા અને વાંકનેરમાં અલગઅલગ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં રાજકોટ શહેર અને વાંકાનેરમાંથી અંદાજિત 70 લાખ થી વધુની વીજચોરી ઝડપી પાડી છે. ત્યારે આજે ફરી શહેરમાં આજી 1, કોઠારીયા રોડ, મોરબી રોડ સબડિવિઝનમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. સ્થાનિક પોલીસ તેમજ SRP સહિતના સુરક્ષા દળો પણ ચેકીંગની કામગીરીમાં જોડાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application