જૂનાગઢમાં વીજ ચોરી પાવર લોસ અટકાવવા પીજીવીસીએલની સઘન ચેકિંગ ઝુંબેશમાં

  • April 25, 2023 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વીજ પુરવઠો પૂરો પાડી શકાય અને પાવર લોસ થતો અટકાવવા અને વીચ ચોરી ડામવા સોરઠ માં માસ ઇન્સ્ટોલેશનની કામગીરી અંતર્ગત કોર્પોરેટ ઓફિસની સૂચના હેઠળ સધન વીજ ચેકિંગ ઝુંબેશ સાથ ધરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત એપ્રિલ ૨૦૨૨થી માર્ચ ૨૦૨૩દરમિયાન સોરઠ પંથકમાં ૩૧૭૮૯વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા તેમાંથી ૬૦૩૬ વીજ જોડાણોમાં ગેર રેતી ઝડપાઈ હતી અને અંદાજિત ૯ કરોડથી વધુની દંડની રકમના બિલો આપવામાં આવ્યા હતા.


      પીજીવીસીએલ ના સુપ્રીડેન્ટ   પરમાર ના માર્ગદર્શન હેઠળ ડિવિઝન ના કર્મચારીઓ વીજચોરી ડાંગવા સતત કામગીરી કરવામાં આવી રહી છે જે અંતર્ગત પીજીવીસીએલ હેઠળ ખાસ કરીને ઇલેક્ટ્રીક નેટવર્ક માંથી સીધા વીજ જોડાણ લેવા, મીટર તથા શીલ સાથે સાથે ચેડા કરવા, મીટર ડિસ્પ્લે બાળી નાખવા મીટરને બાળી નાખવા સહિતના કિસ્સાઓમાં પાવર ચોરીનો વધુ પ્રમાણ જોવા મળી રહ્યું છે જે અંતર્ગત વીજળીનો વેડફાટ પણ વધે છે. જે કાબુમાં લેવા વીજચેકિંગ ઝુંબેશ  કરવામાં આવે છે. 
​​​​​​​
સોરઠ પંથકમાં કરાયેલ ચેકિંગ ઝુંબેશ અંતર્ગત જૂનાગઢ શહેરમાં ૪,૯૮૧વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા જે પૈકી ૮૬૫કનેક્શનમાં ગેર રીત ઝડપાઈ હતી. અને ૧.૫૯કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જૂનાગઢ રૂરલ એક અને બે મળી જિલ્લામાં એક વર્ષમાં ૧૫૫૨૧ વીજ કનેક્શન ચેકિંગ કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ૨૯૫૯ કનેક્શનમાં ગેર રીતીઓ ઝડપાઈ હતી અને ૩.૧૫ કરોડથી વધુ ના બિલ આપવામાં આવ્યા હતા . સોરઠમાં જૂનાગઢ જિલ્લા ઉપરાંત વેરાવળ ડિવિઝનમાં પણ વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં સૌથી વધુ દંડ વસુલાત કરવામાં આવી હતી જે અંતર્ગત વેરાવળમાં ૧૧,૨૮૭ વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા.૨૨૧૨ વીજ કનેક્શનમાં ગેર રીતીઓ ઝડપાઈ હતી અને વેરાવળ ડિવિઝનમાં સૌથી વધુ એક વર્ષમાં ૪.૫૫કરોડથી વધુ વીજ બીલ આપવામાં આવ્યા હતા. જૂનાગઢ અને વેરાવળ મળી સોરઠ પંથકમાંથી કુલ અંદાજિત ૯ કરોડથી વધુની દંડની રકમના બિલો આપવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application