હાઈ-વે પરના પેટ્રોલ પંપ ૨૪ કલાક ખુલ્લા રાખી શકાશે

  • May 22, 2020 04:03 PM 312 views

રાજ્યમાં લોકડાઉન બાદ જનજીવન સામાન્ય બનાવવા રાજ્ય સરકાર વખતોવખત નિર્ણયો લઈ રહી છે જેમાં જીવન જ‚રિયાતની ચીજવસ્તુ વેચતી દુકાનોને ઓડ-ઈવન નંબરમાંથી મુક્તિ આપવામાં આવી છે.શહેરી વિસ્તારોમાં પેટ્રોલ પંપને લઈને કેટલાક મહત્વના નિર્ણયો સવારે ૮થી સાંજના છ વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય લેવાયો છે તો હાઈ-વે પરના પેટ્રોલ પંપોને સમય મર્યાદામાં મુક્તિ આપવામાં આવશે તેમ પણ અશ્ર્વિની કુમારે જણાવ્યું છે.દેશભરમાંથી ૩૧ લાખ શ્રમિકો તેમના વતનમાં ટ્રેન મારફતે ગયા છે. એકલા ગુજરાતમાંથી ૧૧ લાખ શ્રમિકો ટ્રેન મારફતે તેમના વતન પહોંચશે. જે દેશની શ્રમિક ટ્રેનની સંખ્યાના ૩૩ ટકા થવા જાય છે તેમ મુખ્યમંત્રીના સચિવ અશ્ર્વિનીકુમારે જણાવ્યું છે.


પરપ્રાંતીયોને તેમના વતનમાં મોકલવા માટે શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો ચલાવવામાં આવી છે. દેશભરમાં ચાલેલી આ શ્રમિક ટ્રેનમાંથી સૌથી વધુ ટ્રેન ૭૫૫ આજ રાત સુધક્ષમાં રવાના થશે. ગઈકાલ રાત સુધી ૬૯૯ ટ્રેન મારફતે ૧૫ લાખ શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવ્યા છે. આજે વધારાની ૫૫ ટ્રેન ૭૫૪ ટ્રેન મારફતે કુલ ૧૧ લાખ શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવ્યા છે. રાજ્યમાં અમદાવાદ સિવાય એનએફએસએ કુટુમ્બોને મે માસની નિ:શુલ્ક ફુડ બાસ્કેટ આપવામાં આવી રહી છે. જેનો લાભ અત્યાર સુધીમાં ૪૫ લાખ કુટુંબો દ્વારા લેવામાં આવી રહ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application