લ્યો, ચુંટણી પૂરી: 18 દિવસ પછી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ

  • May 04, 2021 08:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સતત 18 દિવસની શાંતિ બાદ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. વિધાનસભાની ચુંટણી પૂરી થતા જ ઓઈલ કંપ્નીઓએ પેટ્રોલના ભાવમાં 12 પૈસાથી લઈને 15 પૈસા સુધીનો વધારો કર્યો છે જ્યારે ડીઝલ 18 પૈસા મોંઘુ થયું છે. આ અગાઉ 15 એપ્રિલના રોજ લોકોને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત મળી હતી. એપ્રિલમાં એક અને માર્ચ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ત્રણવાર ઘટાડો થયો હતો. આ બાજુ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ હવે 66 ડોલર પ્રતિ બેરલ છે. અનેક અઠવાડિયાથી ક્રૂડ ઓઈલમાં નબળાઈ જોવા મળી રહી છે. ક્રૂડ ઓઈલની કિંમત 71 ડોલર પ્રતિ બેરલથી ઘટીને 63 ડોલર પ્રતિ બેરલ નીચે ગઈ હતી. પરંતુ હવે તેજી પાછી ફરી રહી છે.

 

 


મે મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ પહેલો ઝટકો જોવા મળ્યો છે. એવી આશા વ્યક્ત કરાઈ રહી હતી કે હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડી રાહત જોવા મળશે પરંતુ ઉલટા ભાવ વધવા લાગ્યા છે. ગત મહિનો લોકોને રાહત આપીને ગયો હતો. 15 એપ્રિલ અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લે 30 માર્ચના રોજ ફેરફાર જોવા મળ્યો હતો. ત્યારે દિલ્હીમાં પેટ્રોલ 22 પૈસા અને ડીઝલ 23 પૈસા સસ્તુ થયું તું. માર્ચ મહિનામાં પેટ્રોલ 61 પૈસા સસ્તુ થયું હતું અને ડીઝલના ભાવમાં 60 પૈસા ઘટાડો થયો હતો. માર્ચ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 વાર ઘટાડાનું સૌથી મોટું કારણ ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઈલમાં નબળાઈ હતી.

 

 


આ અગાઉ ફેબ્રુઆરીમાં પેટ્રોલ અને ડીઝલ 16 વાર મોંઘુ થયું હતું રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ હવે 100 રૂપિયા પાર છે. આજના વધારા બાદ રેટ 101.89 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે મધ્ય પ્રદેશના અનુપપૂરમાં રેટ 101.15 રૂપિયા પ્રતિ લીટર છે. મધ્ય પ્રદેશ માં પેટ્રોલ 101.70 રૂપિયે પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. રીવામાં પણ પેટ્રોલનો ભાવ 100.79 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે છિંદવાડામાં પેટ્રોલ 100.42 રૂપિયા પ્રતિ લીટર છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS