રાજકોટમાં ધોરણ 8માં અભ્યાસ કરતા 13 વર્ષના તરુણના બંને હાથ બાંધી મોઢે ડૂમો દઈ જામનગરના શખ્સે હેવાનિયત આચરી, CCTVના આધારે પોલીસે તપાસ શરૂ કરી

  • August 12, 2021 09:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં ધોરણ 8 માં અભ્યાસ કરતા 13 વર્ષના તરુણ સાથે રવિવારે નરાધમે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યાની ઘટના બનવા પામી હતી. તરુણને ટેનિસ બોલ લઇ આપવાની લાલચે નરાધમ તરૂણને તેના જ બાઈકમાં સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલી મેડિકલ કોલેજ પાસે અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો, બાદમાં તેના બંને હાથ બાંધી મોઢે ડૂમો દઈ આ શખ્સે હેવાનિયત આચરી હતી. આ હવસખોરને ઓળખી કાઢવામાં પોલીસને સફળતા સાંપડી છે આ વિકૃત શખસ જામનગર પંથકનો વતની હોવાનું સામે આવ્યું છે તેમજ તેનું વિજય ન હોવાનું અને તે અગાઉ પણ એકથી વધુ ગુનામાં સંડોવાઈ ચુક્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

ધોરણ 8માં અભ્યાસ કરનાર તેર વર્ષનો તરુણ રવિવારે સદર વિસ્તારમાં આવેલી રમેશભાઈ છાયા સ્કૂલ પાસે હતો ત્યારે અહીં એક શખસ કે જેની સાથે તરૂણને સામાન્ય પરિચય હોઈ વિજય નામના આ શખ્સે તરૂણને ટેનિસ બોલ લઇ આપવાની લાલચ આપી હતી. બાદમાં તેને પોતાના બાઈકમાં બેસાડી રાજકોટ સિવિલ હોસ્પિટલ સંકુલમાં મેડિકલ કોલેજ પાછળના પી.એમ રૂમ નજીક આવેલી અવાવરૂ જગ્યાએ લઇ ગયો હતો.

 

અહીં લઈ ગયા બાદ આ શખસે પોત પ્રકાશ્યું હતું. નરાધમને તરુણના બંને હાથ બાંધી દઈ મોઢે ડૂમો આપી તેના પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ હતું.જેમાં તરૂણને ચહેરાના ભાગે ઇજા પહોંચી હતી. હેવાનિયત આચરી આ શખસે તરુણને કહ્યું હતું કે જો આ બાબતે કોઈને કહીશ તો તને જાનથી મારી નાખીશ. બનાવના પગલે અવાચક થઈ ગયેલા તરૂણે પરિવારજનોને આ વાત કરતા તેનો પરિવાર પણ આ વાત સાંભળી સમસમી ઉઠ્યો હતો. બાદમાં પ્ર.નગર પોલીસ મથકે પહોંચી જઇ બનાવ અંગે જાણ કરી હતી.

 

આ ધૃણાસ્પદ બનાવ અંગે પ્ર.નગર પોલીસ મથક તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. વિજય નામના શખસને શોધી કાઢવા માટે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. દરમિયાન પોલીસને હવે આ કેસમાં મહત્વની સફળતા સાંપડી છે તરૂણ સાથે આ કૃત્ય આચરનાર નરાધમ જામનગર પંથકનો વતની હોવાનું માલુમ પડ્યું છે.આ શખસ રખડતો ભટકતુ જીવન પસાર કરે છે જેથી તેને ઝડપી લેવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

 

પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ તરૂણ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર જામનગર પંથકનો વતની આ શખસ ખૂબ જ વિકૃત માનસિકતા ધરાવે છે તે ખાસ કરીને બાળકો અને તરૂણને પોતાની શિકાર બનાવે છે અને તેણે અગાઉ પણ આ પ્રકારના કુકર્મ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ કોઈપણ કારણસર અગાઉ આ બાબતે તેની સામે ફરિયાદ થઈ ન હતી.

 

આ ઉપરાંત આ શખસ અગાઉ ચોરી સહિતના ગુનાઓમાં પણ પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ગોંડલમાં તથા રાજકોટના પ્ર.નગર પોલીસ મથકમાં પણ તેની સામે ચોરીનો ગુનો નોંધાયો હોવાનું વિશ્વસનીય સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. તેમજ આ શખસે તરૂણને જણાવેલુ પોતાનું નામ વિજય પણ ખોટું હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે હવે આ શખસને ઝડપી લેવા માટે પોલીસ અલગ- અલગ ટીમો બનાવી શોધખોળ કરી રહી છે.

 

આરોપી પેરોલ જમ્પ કરી નાસ્તો ફરતો હતો

 

તરુણ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર જામનગર પંથકનો આ શખસ ચોરીના ગુનામાં જેલહવાલે થયો હતો. બાદમાં પેરોલ પર છૂટ્યો હતો, જેલમુક્ત થયા બાદ નિયત સમયે પરત ફર્યો ન હતો અને નાસ્તો ફરતો હોવાનું જાણવા મળ્યું છે.

 

એક રાહદારીને મોબાઇલમાંથી પરિવાર સાથે વાત પણ કરી'તી

 

પોલીસે આ પ્રકરણમાં તપાસનો ધમધમાટ ચલાવતા આ શખસના પરિવારજનોનો સંપર્ક થયો હતો.તેમની પૂછતાછ કરતા તેઓએ જણાવ્યું હતું કે,તેનો એક વખત ફોન આવ્યો હતો જે મોબાઇલ નંબરના નંબરના આધારે પોલીસે તપાસ કરતા જેનો મોબાઈલ હતો તે વ્યક્તિએ કહ્યું હતું કે એક અજાણ્યા શખસે તેની પાસે વાત કરવા માટે મોબાઈલ માંગ્યો હતો જેથી તેણે તેને ફોન આપ્યો હતો. આરોપીના પરિવારજનોએ જણાવ્યું હતું કે, તેની કુટેવોને લીધે તેઓ તેને પોતાની સાથે રહેવા દેતા નથી અને તે રખડતો ભટકતો જીવન પસાર કરે છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS