દેશના ૬૭.૬ ટકા લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા ! સીરો સર્વેમાં થયો ખુલાસો

  • July 21, 2021 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સર્વેમાં પુરૂષોમાં ૬૫.૮ ટકા અને મહિલાઓમાં ૬૯.૨ ટકા સંક્રમણ મળી આવ્યું



દેશના ૬૭.૬ ટકા લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂકયા છે. આ વાતનો ઘટસ્ફોટ થયો છે એ કરાવેલા ચોથા સીરો સર્વેમાં. એટલુ જ નહીં સર્વેમાં એવું પણ સામે આવ્યું છે કે, હજુ સુધી ૪૦ કરોડની વસ્તી પર સંક્રમણનો ખતરો મંડરાઇ રહ્યો.

 


દેશના ૨૧ રાજ્યના ૭૦ જિલ્લામાં સીરો સર્વે કરાયો હતો. જેમાં ૨૮ હજાર ૯૭૫ લોકોને સામેલ કરાયા હતા.. આ સર્વેમાં પુરૂષોમાં ૬૫.૮ ટકા અને મહિલાઓમાં ૬૯.૨ ટકા સંક્રમણ મળી આવ્યું હતું.

 


આ સિવાય ગ્રામીણ વિસ્તારમાં ૬૬.૭ અને શહેરી વિસ્તારમાં ૬૯.૬ ટકા સંક્રમણ મળ્યું હતું . એવું પણ જાણવા મળ્યું હતું કે, ૧૨ હજાર ૬૦૭ લોકોની રસી નહોતી અપાઈ, જેમાં ૬૨.૩ ટકામાં એંટીબોડી મળી. યારે ૫ હજાર ૩૮ લોકોને રસી અપાઈ હતી જેમાં ૮૧ ટકામાં એંટીબોડી મળી છે.

 


૨ હજાર ૬૩૧ લોકોને બંને ડોઝ અપાયા હતા જેમાં ૮૯ ટકા એંટીબોડી મળી. સીરોના સર્વે મુજબ ૮૫.૨ ટકા આરોગ્ય કર્મચારી સંક્રમિત થયા. તો, અડધાથી વધુ બાળકો પણ સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું. જેથી આઇસીએમઆરએ સલાહ આપી કે, જો સ્કૂલો ખોલવી હોય તો સૌથી પહેલા પ્રાથમિક સ્કૂલો નિયમોના પાલન સાથે ખોલવી જોઇએ


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS