જેતપુર નગરપાલિકાની યોજાયેલ ચૂંટણીમાં ૧૧ વોર્ડની ૪૪ બેઠકો માટે ૧૪૦ ઉમેદવારોનું ભાવી ઇવીએમ મશીનમાં ગઈકાલે સીલ થઈ ગયું હતું. એક બે જગ્યાએ ઇવીએમ મશીન ખોટકાયા સિવાય એકંદરે શાંતિપૂર્ણ ૫૨.૫૪ ટકા જેટલું મતદાન નોંધાયું હતું.
સાત વર્ષ બાદ યોજાયેલ જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારના ઉત્સાહ સિવાય મતદારોના નિરોત્સાહ વચ્ચે ગઈકાલે મતદાન પૂર્ણ થયું હતું. ૧૧ વોર્ડની ૪૪ બેઠકો માટે ભાજપ ૪૨, કોંગ્રેસ ૨૭, આપ ૨૩ તેમજ ૪૭ જેટલા અપક્ષ થઈ કુલ ૧૪૦ ઉમેદવારોએ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું હતું. જેમાં રાષ્ટ્ર્રીય પક્ષોનો ઝાકમઝોળ પ્રચાર વગર ચૂંટણી યોજાય ગઈ. સાત વર્ષ બાદ નગરપાલિકાની ચૂંટણી યોજાતા મોટા ભાગના ભાજપના કાર્યકરોએ ભાજપની ટીકીટ માંગેલ હતી પરંતુ પાર્ટીએ માત્ર ૪૪ કાર્યકરોને જ ટીકીટ આપી શકે તેમ હોય અન્ય કાર્યકરોએ અપક્ષ ઉમેદવારી કરી હતી. અને આવા અપક્ષ ઉમેદવારો પાસે ભાજપે શામ, દામ અને દંડની નીતિથી ચૂંટણી ફોર્મ પરત ખેંચાવી લેતા આ કાર્યકરો અને તેના ટેકેદારો ચૂંટણીમાં નિષ્ક્રિય થઈ ગયા હતાં.આ નિત્સાહ વચ્ચે આજે સવારે મતદાન શ થયું તેમાં પ્રથમ બે કલાકમાં ૬.૧૩ ટકા, ત્યારબાદ ૯ થી ૧૧ કલાક વચ્ચે ૧૬.૮૦ ટકા, ૧૧ થી ૧ વચ્ચે ૨૭.૯૨ ટકા મતદાન, ૧ થી ૩ કલાક વચ્ચે ૩૮.૮૦ ટકા મતદાન, ૩ થી ૫ કલાક વચ્ચે ૪૭.૮૩ અને છેલ્લ ે ૬ વાગ્યા સુધીમાં ૫૨.૫૪ ટકા જેટલું મતદાન નોંધાયું હતું.
વોર્ડ નં.૮માં અપક્ષો–ભાજપ ઉમેદવારો વચ્ચે બોલાચાલી
યારે વોર્ડ ન.ં ૮માં જ અપક્ષ ઉમેદવારોએ ભારે હંગામો કર્યેા કે આ બુથમાં ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ જ ભાજપને મતદાન કરવાનો પ્રચાર કરે છે. આ આક્ષેપ સાથે ભારે હંગામો થતા ચારેક અપક્ષ ઉમેદવાર અને ભાજપની પેનલના ચાર ઉમેદવાર વચ્ચે બોલાચાલી થઈ હતી. જેથી સ્થળ પર તરત જ પોલીસ આવીને મતદાન મથકે એકઠી થયેલ ભીડને વિખેરી હતી. યારે આવા જ આક્ષેપ અન્ય વોર્ડમાં પણ આપ તેમજ અપક્ષ ઉમેદવારોએ ભાજપના ઉમેદવારો મતદાન કેન્દ્રની અંદર જઈ મતદારોને મત આપવાનું જણાવી રહ્યા હોવાના આક્ષેપ કર્યા હતાં.
ચભાડિયા સ્કૂલ મથકમાં ઈવીએમ ખોટવાતા મત ન આપી શકયા
વોર્ડ નં.૮ના ચભાડીયા સ્કૂલ મતદાન મથકમાં બુથ નં.૫માં સવારે મતદાન શ થયું તે સાથે જ ઇવીએમ મશીન ખોટવાય ગયું હતું. જેને કારણે મતદારો અડધો કલાક જેટલું રાહ જોય તો પણ મશીન ચાલુ ન થતા કંટાળીને વીસેક જેટલા મતદારો મતદાન કર્યા વગર ચાલ્યા ગયા હતાં. આ વોર્ડના તમામ ઉમેદવારોએ આ અંગે ચૂંટણી અધિકારી સાથે ઉગ્ર બોલાચાલી બાદ એક કલાકે બીજું મશીન આવતા મતદાન શરૂ થયું હતું. અને ઉમેદવારોએ મતદાનનો સમય વધારવાની માંગ કરી હતી પરંતુ ચૂંટણી અધિકારીએ સમય વધારી નહતો આપ્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech