દવા, વસ્તુ લેવા કે સેવા માટેની બહાનાબાજી આપતાં લોકો બન્યા સુપર સ્પ્રેડર

  • May 11, 2021 07:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના મહામારી વિસ્તરતી જ જાય છે. સરકાર દ્રારા લાદવામા આવતી ગાઈડલાઈન, પોલીસ તંત્રના નિયંત્રણો, બધં સ્કૂલો, નાની દુકાનથી માંડી મોટા મોટા ઉધોગો બધં  છતા આ બિમારી અટકવાનું નામ લેતી નથી તેની પાછળનુ કારણ શુ?  જેવા પ્રશ્નોને અનુલક્ષીને આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમા ચોકાવનારા કારણો સામે આવ્યા છે.

કોરોના મહામારીએ ભરડો લીધો છે ત્યારે સમસ્યા દિવસે દિવસે વધતી જાય છે.કોવિડ –૧૯ રોગચાળો પહેલાથી વધુ પ્રમાણમાં ચેપગ્રસ્ત લોકો અને વિશ્વમાં ફેલાતો રહ્યો હોવાથી, આપણા ચેપી રોગના નિષ્ણાતોની કેટલીક સલાહ છે કે ઘરે રહો, સુરક્ષિત રહો. પરંતુ  આપણી અમુક પરંપરાગત માન્યતાઓ, ધાર્મિક મેળાવળાઓ, સારા નરસા પ્રસંગમાં ભેગા થવુ, કાઈ કામ ન હોય તો પાનના ગલે ફાકી–પાન–માવા ખાવા ભેગા થવુ અને મિત્રો સાથે ગપાટા મારવા જેવી આપણી માનસિકતાના કારણો કોરોનાને સ્પ્રેડ થઈ રહ્યો છે.

 


યારે કોઈ કોરોના ગ્રસ્ત વ્યકિત કે જુથ અસામાન્ય રીતે મોટી સંખ્યામાં અન્ય લોકોને સંક્રમિત કરે છે ત્યારે તે એક વ્યકિત કે જુથ કોરોના સુપર સ્પ્રેડર છે તેવુ કહી શકાય. સાથે સતત એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ વધુ લોકોના સંપર્કમાં જે વ્યકિત આવે છે તે પણ સુપર સ્પ્રેડર થઈ શકે

 


 આ સર્વેમા એવુ પણ બહાર આવ્યું છે કે જે લોકો બિનજરી રીતે આટા ફેરા મારે છે, પોતાને કોરોનાના લક્ષણો છે તેને જાણ હોવા છતા અન્ય લોકો સાથે સંપર્ક બનાવી રાખે છે, સમયસર સારવાર કે ચેકઅપ ન કરાવીને ઘરના અન્ય સભ્યોને બિમાર કરે છે, મિત્રો કે સગાસબંધીઓના ઘરે માસ્ક ન પહેરનારા લોકો કોરોના સુપર સ્પ્રેડરો છે.

 


મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ એ જોગસણના માર્ગદર્શનમાં અમારા ૪૫ સલાહકાર વિધાર્થીઓ અને અધ્યાપકો ડો.ધારા દોશી,  ડો.ડિમ્પલ રામાણી,  ડો.હસમુખ ચાવડાના ધ્યાનમા આવેલ કોરોના સુપર સ્પ્રેડરોના કિસ્સાઓ:

 

૧. યુવાન મિત્રોનું એક જુથ ફોટો શુટ કરતું હતુ. તેમને પુછવામા આવ્યું કે આવી મહામારી જુથમા એકત્ર થઈ ફોટો શુટ કરવું જરી છે. તેમને જવાબ આપ્યો કે સાહેબ કયાંય કોરોના છે જ નહી અને હશે તો અમે કાલ સવારે મરી જવાના છીએ તો આજે મોજથી જીવી લઈએ.
૨. સાણંદમાં બનેલ પાણી ચડાવવાની ઘટના જેમા બહેનો માથે બેડા લઈ એક મોટા જુથમા એકત્ર થઈ હતી. એટલે કે અંધશ્રદ્ધા પણ ઘણે અંશે જવાબદાર છે.
૩. એક શાકભાજી વેચતા ભાઇને કોરોનાના લક્ષણો જણાતા હતા તેમને કહેવામા આવ્યુ કે ભાઈ તમે ચેકઅપ કરાવો તો તેમને કહ્યુ કે ભાઇ મારે પાંચ સંતાનો છે અને કમાવવા વાળો હત્પ એક છુ, જો હત્પ ચેકઅપ કરાવીને દવાખાને જઈશ તો મારા સંતાનો ભૂખ્યા મરશે.
૪. અનેક ગામડામા કોરોનાને હરાવવા કરવામા આવતા પુજાપાઠો, ભજનમંડળીઓ
૫. શેરીના ખુણે બધા બહત્પ ભેગા થાય છે તેવી ઘટનાઓ પણ સામે આવી છે.કોઈના ઘર થકી કે ત્યાં રહેતા લોકો દ્રારા કહેવામાં આવે તો મારપીટ પર ઉતરી જાય છે. કેમ આવા લોકોને સમજાવવા?
૬. ઘણા યુવાનો ભેગા થઇ ક્રિકેટ રમે છે તેમને પુછવામા આવે તો જવાબ દે છે કે ઘરમા કંટાળો આવે છે અને રમીએ તો બોડીની કસરત થઈ જાય છે જે રોગપ્રતિકારક શકિતમા વધારો કરે છે
૭. એક ભાઈના મૃત્યુ પાછળ જો ક્રિયાકાંડ ન કરાવીએ તો મૃત્યુ પામેલ વ્યકિતના આત્માને શાંતિ મળતી નથી. માટે ક્રિયા માટે તો બધાએ ભેગા થવું જ પડે.
૮.  એક ગામમાં એક પાનના ગલે ૭થી ૮ યુવાનો ભેગા થઇ ફાકી ખાઈને ત્યાં ને ત્યાં થુકયા અને ગલ્લા વાળા ભાઈએ કહ્યું તમે લોકો દૂર ઉભા રહો પોલીસ આવશે તો મારો વારો પડશે. તો જવાબમાં મળ્યું કે અમે પૈસા દઈને વસ્તુ ખરીદીએ છીએ મફતમાં નહિ માટે અમને જવાનુ ન કહી શકો.
આમ, અનેક કિસ્સાઓ મનોવિજ્ઞાન ભવન,  સૌરાષ્ટ્ર્ર યુનિવર્સીટીમા આવ્યા છે.

 

 

કોરોના સુપર સ્પ્રેડર એટલે શું ?
– અગત્યના કામનુ બહાનુ કરીને બહાર ફરતી તમામ વ્યકિતઓ
– કોરોનાનો અતં આવે તે માટે ધાર્મિક મેળાવડા
– દેહાંત વિધિઓમા મોટા પ્રમાણમાં એકત્ર થવુ.
– પોતે કોરોના ગ્રસ્ત છે છતા અન્ય લોકોને મળવુ.
– ગાઇડલાઇન મુજબ નિયમોનુ પાલન ન કરનારા તમામ લોકો
– લ પ્રસગં અથવા પાર્ટીઓમાં એકત્ર થનાર લોકો
– આવી પરિસ્થિતિમાં ફોટો શુટ કરવા નિકળતા મિત્રોના જુથો..
આ સર્વે પ્રમાણે સૌથી વઘુ સુપરસ્પ્રેડર જો કોઈ હોય તો ટીન એજ બાળકો અને યુવાનો.. તેઓ જુદા જુદા ઈમોશનલ બહાના કરીને પરિવારને છેતરીને બહાર બે રોકટોક ફરી રહ્યા છે. તેઓના મુખે જ બહાના કેવા કરે છે તે સંશોધન સર્વેમાં અમને જાણવા મળેલ. યુવાનો અને તણો કયાં બહાના કરે છે તે નીચે મુજબ છે.

 

 


કોરોના સુપર સ્પ્રેડરને રોકવાના ઉપાયો
કેટલાક લોકો વાયરસને ખૂબ જ સરળતાથી વહન અને પ્રસારિત કરે છે.જો કે, કોરોના ખૂબ વકર્યેા હોવાથી હાલમાં રસ્તા પર રખડતા સુપર સ્પ્રેડરોને નિયંત્રિત કરવામાં આપણે સમર્થ નથી, તેમ છતાં, કેટલીક બાબતોની કાળજી દ્રારા તેમની અસર મર્યાદિત કરી શકાય છે.
– ફિજિકલ  ડિસ્ટન્સ જાળવવું
– બહાર નિકળતા સમયે માસ્કનો અચુક ઉપયોગ કરવો
– સેનીટાઈજર હંમેશા સાથે રાખી તેનો ઉપયોગ કરવો
– બિનજરી રીતે બહાર ન ફરવું
– માતાપિતા એ પોતાના બાળકોને ઘરે રહેવા સલાહ આપવી એટલું જ નહીં પણ તેઓ તમારા વર્તનમાંથી શીખે એવું આદર્શ વર્તન કરો.
– સામાજિક મેળાવડાઓમાં સામેલ ન થવુ.
– કોરોના રોગચાળો છે ત્યાં સુધી આપણે સામાજિક એકલતાને સ્વીકારવી પડશે.
– જયારે તમાં સંતાન બહાર જાય છે ત્યારે તે ખરેખર કયાં કામે બહાર જાય છે તેના પર ધ્યાન આપો.તેની લાગણી સાથે કડક અને શિસ્તબદ્ર વ્યવહાર કરો..
– જો આવી ટોળકી નજરે ચડે તો નજીકના પોલીસ સ્ટેશને જાણ કરો.

 

 

કેવા પ્રકારના બહાનાઓ કરીને યુવાનો બહાર નીકળે છે
 – દવા લેવા જવાનુ બહાનું
– મિત્ર ને કામ છે અથવા મિત્ર ઘરે વાંચવા જવાનુ  બહાના કરી મિત્રો સાથે ફરવા જતા રહેવું
– સેવા કરવાને બહાને
– વસ્તુ લેવાના બહાને
– પાન – ફાકીના બહાના
– ભણવાના કે કલાસીસના બહાના
– ઝેરોક્ષ કરવાનાં બહાના
– ક્રિકેટ રમવા નિકળી જાવું
– ઘણા યુવાનો મેડીકલ ઇમરજન્સી નું કહી બહાર નીકળે
– ફ્રેશ થવા માટે બહાર જાવ છુ તેવુ કહી ઘણા મિત્રોને મળે છે.
– મારા મિત્રને મારી ઈમરજન્સીમા જરિયાત પડી છે તો મારે તેને મળવા જવુ પડશે.
– યુવાનોને કોરોનાની કોઇ નિષેધક અસરો નથી થતી.
– આખો દિવસ ઘરમાં રહીને કંટાળો આવે છે.
– કોરોના તો હજુ ચાલવાનો જ છે ઘરમા કયા સુધી રહેવુ? બહાર તો જાવું ને?
૧૦૮૦ લોકો બહાર હતા તેના આધારે  કઈ  ઉમરના વ્યકિતઓ બહાર ફરી રહી છે તેમા ચોકાવનાર હકીકત સામે આવી છે.
– ૧૫થી ૨૫ વર્ષના વ્યકિતઓનુ પ્રમાણ ૪૯% હતું.
– ૨૬થી ૪૦ વર્ષના વ્યકિતઓનુ પ્રમાણ ૨૨% હતું.
– ૪૧થી ૫૫ વર્ષના વ્યકિતઓનુ પ્રમાણ ૧૭% હતુ.
– ૫૬થી વધુ વર્ષના વ્યકિતઓનુ પ્રમાણ ૧૨% હતું.
સૌથી વધુ મોટા ભાગે ૧૫થી ૨૫ વર્ષની ઉમરના યુવાનો બહાના બાજી કરીને બહાર ફરી રહ્યા છે. જે અપરિણીત છે અને તેમની ઉપર સામાજિક તેમજ કુટુંબની જવાબદારીઓ ઓછી હોય છે . તેમને મનમા એવુ છે કે અમારી ઈમ્યુનીટી સ્ટ્રોંગ છે તેથી અમને કાંઇ નહી થાય પરંતુ ઘરના વડીલોની અથવા નાના બાળકોની ઈમ્યુનીટી યુવાનો જેટલી સ્ટ્રોંગ હોતી નથી તેથી તેઓ ચેપગ્રસ્ત ઝડપથી થાય છે. આવા લોકો હાથે કરી બીમારીને નોતં આપે છે. આવા ઘણા લોકો ને કહેવામાં આવે તો સામે બોલીને વડીલોનું માનતા નથી.  

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS