ચેતી જાજો.... જે લોકો સ્મોકિંગ કરે છે તેઓમાં ગંભીર કોવિડ અને તેનાથી મૃત્યુની સંભાવના 50 ટકા વધી જાય છે....

  • May 31, 2021 09:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ધુમ્રપાન કરતા લોકોને ચેતવ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન  મુજબ, સ્મોકિંગ કરીને પોતાના ફેફસાંને નુકસાન પહોંચાડતા લોકોમાં કોવિડની ગંભીરતા અને તેનાથી મોતનું જોખમ 50 ટકા વધારે હોય છે. કોરોના વાયરસનું જોખમ ઘટાડવા માટે સ્મોકિંગ છોડવામાં ભલાઈ છે. સ્મોકિંગના કારણે કેન્સર, હાર્ટની બીમારી અને શ્વાસ લેવાની તકલીફનું જોખમ વધી જાય છે.

 

ડૉક્ટરના જણાવ્યા મુજબ, અત્યારે જે લોકો સ્મોકિંગ કરી રહ્યા છે તેમણે કોરોનાની આ મહામારીને ધ્યાનમાં રાખતા આ લત છોડવી જોઈએ. સ્મોકિંગ કરતા લોકોએ સ્વસ્થ ફેફસાંનું મહત્વ સમજવું જોઈએ અને કોરોનાનો સામનો કરી રહેલા તેમજ ફેફસાંની ક્ષમતા ગુમાવી ચૂકેલા દર્દી વિશે જાણવું જોઈએ. પોતાના ફેફસાંને આ ધીમા ઝેરથી બચાવવા માટે સ્મોકિંગ છોડવું જોઈએ.

 

અન્ય એક ડૉક્ટરના જણાવ્યા મુજબ, કોરોના અથવા ફેફસાં સંબંધિત કોઈપણ સંક્રમણના સંદર્ભમાં સૌથી પહેલા એવું સમજો કે ફેફસાં જેટલા સ્વસ્થ હશે તેટલી જલદી સાજા થવાની ક્ષમતા વધશે. સ્મોકિંગ કરતા લોકોમાં ફેફસા નબળા પડી જાય ત્યારે કોરોના સંક્રમણ બાદ થતાં ગંભીર ન્યૂમોનિયાનું જોખમ વધુ રહેલું છે. જે લોકો સ્મોકિંગ કરે છે તેઓમાં ગંભીર કોવિડ અને તેનાથી મૃત્યુની સંભાવના 50 ટકા વધી જાય છે, કારણકે સ્મોકિંગના લીધે આવા લોકોના ફેફસાં અગાઉથી જ ડેમેજ થયેલા હોય છે!

 

તેમણે વધુમાં જણાવ્યું કે, સ્મોકિંગ કરતા લોકોનું શરીર કોરોના વાયરસના હુમલાનો સામનો કરી શકતું નથી અને ફેફસા નબળા હોવાના કારણે તેઓને ઓક્સિજન તેમજ વેન્ટિલેટરની વધુ જરૂર પડે છે. કોરોના વાયરસની વ્યક્તિની નસો અને માંસપેશીઓ પર થતી અસર સ્મોકિંગના કારણે વધુ ગંભીર થઈ શકે છે કારણકે તમાકુ પણ રક્તવાહિનીઓને વધુ નુકસાન પહોંચાડે છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS