નોકરી ગુમાવનાર લોકોને ૨૦૨૨ સુધી મળશે પીએફ : નિર્મલા

  • August 23, 2021 09:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના મહામારીનાં કારણે નોકરી ગુમાવનાર લોકો માટે રાહતના સમાચાર છે.કેન્દ્રીય વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે જે લોકોએ આ મહામારી દરમિયાન નોકરી ગુમાવી છે તે બધાંના ઇપીએફઓ અકાઉન્ટમાં સરકાર ૨૦૨૨ સુધી રકમ ઉમેરશે. કેન્દ્ર સરકાર પાસેથી આ લાભ મેળવવા માટે કંપનીનું ઇપીએફઓમાં રજિસ્ટ્રેશન જરૂરી રહેશે.

 

વિત્ત મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે જે લોકોનું ઇપીફઓમાં રજિસ્ટ્રેશન હશે તે લોકોને જ આ સુવિધાનો લાભ મળી શકે. કેન્દ્ર સરકાર તે લોકો માટે ૨૦૨૨ સુધી કંપનીની સાથે-સાથે કર્મચારીના પીએફ ભાગનું ભુગતાન કરશે, જેમણે પોતાની નોકરી ગુમાવી દીધી છે. જોકે તેમને ઔપચારિક ક્ષેત્રમાં નાના પ્રમાણમાં નોકરીઓમાં ફરી બોલાવવામાં આવ્યાં છે. આ કંપનીનું ઇપીએફઓ રજિસ્ટ્રેશન થવાં પર જ આ સુવિધા આપવામાં આવશે.

 

કેન્દ્ર સરકારે એમએસએમીને યોગ્ય ઓળખ અપાવી હોવાનો દાવો કરાયો હતો.વિત્ત મંત્રીએ કે‘ દેશની અર્થવ્યવાસ્થાની કરોડરજ્જુ સૂક્ષ્મ,લધુ અને મધ્યમ ઉધોગોને દશકોથી જે સ્થાન નથી મળ્યું તે કેન્દ્રની વર્તમાન નરેન્દ્ર મોદીની સરકારે અપાવ્યું છે. કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારે એમએસએમીને યોગ્ય ઓળખ આપી છે. આ ક્ષેત્રને દશકો સુધી જે સ્થાન નથી મળ્યું તે તેને આપાવવામાં આવી રહયું છે. અને આગળ પણ શાનદાર બનાવવામાં આવશે. સરકારે છેલ્લાં ૨ વર્ષમાં એમએસએમીની પરિભાષાને ધણી સરળ બનાવી છે. હાલમાં જ સંસદમાં એક વિધેયક લાવવામાં આવ્યું છે જેનાથી એમએસએમી ક્ષેત્રને સીધો ફાયદો થશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021