લગ્નમાં હાજર હતા 150 લોકો અને તેમાંથી 95 લોકો કોરોના પોઝિટિવ

  • May 22, 2021 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજસ્થાનની ઘટના: દુલ્હનના પિતાના મોત બાદ ગામમાં ભયનો માહોલ: ગામડાંઓમાં સંપૂર્ણ ચહલ પહલ બંધ છે: રસ્તાઓ ખાલી છે, બાળકો ઘરોમાં બંધ છે

 


કોરોના અનિયંત્રિત થયો તો તેના પરિણામો કેટલા ભયંકર હશે તેની કલ્પ્ના કરી શકાય છે. યુપી, બિહાર, રાજસ્થાન સહિત દેશના ઘણા ભાગોથી આવતા કેસ તેના સાક્ષી છે. રોગચાળા વચ્ચે દેશની મોટી વસ્તી જે ગામડામાં રહે છે તેમના માટે જોખમ છે. રાજસ્થાનના ગામમાં એક જ દિવસમાં 95 લોકો કોરોના પોઝિટિવ મળી આવતા ગભરાટનો માહોલ સર્જાયો છે.

 


ઝુનઝુનુ જિલ્લાના સ્યાલૂ કલા ગામે ત્રણ લગ્નોમાં ભાગ લેનારા 150 લોકોની કોરોની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં 95 લોકો કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું. એટલું જ નહીં એક દુલ્હનના પિતાનું પણ મોત નીપજ્યું હતું. ત્યારબાદ આસપાસના ગામોમાં ભયનું વાતાવરણ છે.

 


સ્યાલૂ કાલા ગામના રહેવાસી સુરેન્દ્ર શેખાવત કહે છે કે જ્યારે કોરોના તપાસ કરવામાં આવી ત્યારે ગામના 95 લોકોએ પોઝિટિવ આવ્યા. 25 એપ્રિલના રોજ ત્રણ લગ્ન થયા હતા અને આ દરમિયાન ક્ધયાના પિતાનું પણ મોત નીપજ્યું હતું. પહેલાં ગામના લોકો કોરોનામાં વિશ્વાસ કરતા ન હતા અને મુક્ત રીતે ફરતા હતા.

 


જ્યારે દરેકની તપાસ કરવામાં આવી ત્યારથી અહીં ભયનું વાતાવરણ છે અને લોકો તેમના ઘરોની અંદર બેઠા છે. એટલું જ નહીં વીરેન્દ્રસિંહ કહે છે કે તેમના ગામમાં કોરોના વાયરસના કેસોમાં વધારો થતાં જ અધિકારીઓએ અહીં આવવું યોગ્ય માન્યું નહીં. લોકો તેમના ગામનું નામ સાંભળતા પહેલાં માર્ગ બદલી નાખે છે.

 


ગામડાઓમાં સંપૂર્ણ ચહલ પહલ બંધ છે, રસ્તાઓ ખાલી છે, બાળકો ઘરોમાં બંધ છે અને લોકો જરૂરી કામ હોય તો જ બહાર જઈ રહ્યા છે. રાજસ્થાન સરકારે ફક્ત 11 લોકોને લગ્ન સમારોહમાં આવવાની મંજૂરી આપી છે. નિયમો ભંગ કરવા બદલ 1 લાખ રૂપિયા દંડ કરવાનો પણ નિયમ છે. તેમ છતાં લોકોએ આ નિયમોને સંપૂર્ણપણે અવગણ્યા. જેના કારણે હવે અન્ય લોકોને પણ ભોગવવું પડી રહ્યું છે.

 


ગામલોકોનું કહેવું છે કે લગ્નપ્રસંગમાં વધારે ભીડને લીધે અહીં આ પરિસ્થિતિ બની છે. લોકોને લાગ્યું કે કોરોના ફક્ત શહેરમાં સીમિત રહેશે. તેથી જ દરેક વ્યક્તિને ચિંતા નહોતી પરંતુ ગામમાં થયેલા મોતથી બધાની ઉંઘ ઊડી ગઈ છે. હવે લોકો તેની ગંભીરતાને સમજી રહ્યા છે અને પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.   


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS