આ દેશના લોકો હવે ફેસબુક પર સમાચાર વાંચી શકશે નહીં, મેટાએ સુવિધા કરી બ્લોક

  • August 02, 2023 01:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેનેડાના સંસદીય બજેટ વોચડોગના અંદાજ મુજબ કેનેડિયન અખબારો નવા કાયદા હેઠળ ડિજિટલ પ્લેટફોર્મ પરથી દર વર્ષે લગભગ $330 મિલિયન (આશરે રૂ. 2,719 કરોડ) મેળવી શકે છે. મેટા કહે છે કે મીડિયા હાઉસને તેના પ્લેટફોર્મ પર સમાચાર શેર કરવાથી ફાયદો થાય છે.


મેટાએ કેનેડામાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર સમાચારને બ્લોક કરવાનું શરૂ કર્યું છે. મેટાએ કાયદાના વિરોધમાં આ નિર્ણય લીધો છે જેમાં કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા કંપનીઓએ સમાચારના બદલામાં સમાચાર પ્રકાશકોને પૈસા ચૂકવવા પડશે. નવો નિયમ ફેસબુક, ગૂગલ અને ટ્વિટર સહિત તમામ સોશિયલ મીડિયા કંપનીઓ પર લાગુ થશે. ગૂગલે પણ આવી જ ચેતવણી જારી કરી છે.


મેટાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ન્યૂઝ પબ્લિશર્સ દ્વારા શેર કરવામાં આવેલી ન્યૂઝ લિંક્સ બ્લોક કરી દેવામાં આવી છે અને તે કોઈપણ યુઝર્સને જોઈ શકાશે નહીં. આ સિવાય મેટાએ આ બંને પ્લેટફોર્મ પર ન્યૂઝ શેર કરવાનું પણ બંધ કરી દીધું છે. મેટાએ જણાવ્યું હતું કે તે મંગળવારે શરૂ થયું હતું અને કેટલાક અઠવાડિયા સુધી ચાલશે. જો કે AFP રિપોર્ટરે ફેસબુક પર સમાચાર જોયા હોવાનો દાવો કર્યો હતો. પરંતુ ઘણા વપરાશકર્તાઓએ દાવો કર્યો હતો કે સમાચાર લિંક્સ અવરોધિત છે.


ઓસ્ટ્રેલિયાની જેમ કેનેડાએ ઓનલાઈન ન્યૂઝ એક્ટ રજૂ કર્યો છે જેનો હેતુ કેનેડિયન મીડિયાને ટેકો આપવાનો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કેનેડામાં ઘણા મીડિયા હાઉસ બંધ થયા છે અને ઘણાને લાખો ડોલરનું નુકસાન થયું છે. નવા કાયદા અનુસાર સોશિયલ મીડિયા કંપનીઓએ મીડિયા હાઉસ સાથે ભાગીદારી કરવી પડશે અને સમાચારના બદલામાં પૈસા ચૂકવવા પડશે.


કેનેડાના સંસદીય બજેટ વોચડોગના અંદાજ મુજબ કેનેડિયન અખબારો નવા કાયદા હેઠળ ડિજિટલ પ્લેટફોર્મ પરથી દર વર્ષે લગભગ $330 મિલિયન (આશરે રૂ. 2,719 કરોડ) મેળવી શકે છે. મેટા કહે છે કે મીડિયા હાઉસને તેના પ્લેટફોર્મ પર સમાચાર શેર કરવાથી ફાયદો થાય છે. તેમને નવા વાચકો મળે છે અને તેમના સમાચાર વૈશ્વિક સ્તરે પહોંચે છે. તેથી વધારાના પૈસા ચૂકવવાનો કોઈ અર્થ નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application