ભારતમાં ત્રીજી લહેરની ચેતવણીને લોકો હવામાનની આગાહી સમજીને ગંભીરતાથી નથી લેતા

  • July 14, 2021 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૭૩ જિલ્લા એવા છે યાં દૈનિક સરેરાશ કેસ ૧૦૦થી વધુ આવી રહ્યા છે: નવા કેસો પૈકી ૭૩ ટકા કેસ દેશના પાંચ રાયો કેરલ, મહારાષ્ટ્ર્ર, તમિલનાડૂ, આંધ્ર પ્રદેશ અને ઓડિશાથી સામે આવી રહ્યા છેદેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે લોકોની બેદરકારીને જોતાં કેન્દ્રએ કડક શબ્દોમાં ચેતવણી આપી છે. કેન્દ્રિય સ્વાસ્થ મંત્રાલયે કહ્યું કે, દેશના ઉત્તર પૂર્વ રાયોમાં કોરોનાના કેસોમાં એકવાર ફરી ઉછાળો નોંધાયો છે. દેશના ૫૫ જિલ્લામાં પોઝિટિવિટી રેટ ૧૦ ટકાથી વધુ છે. યારે ૭૩ જિલ્લા એવા છે યાં દૈનિક સરેરાશ કેસ ૧૦૦થી વધુ આવી રહ્યા છે.

 


કેન્દ્રિય વિભાગે કહ્યું કે, દુનિયાભરના દેશોમાં કોરોનાની ત્રીજી લહેર દસ્તક આપી ચૂકી છે, એવામાં આપણે કોરોના નિયમોનું પાલન નહીં કરીએ તો એના ગંભીર પરિણામ ભોગવવા પડશે.

 


સ્વાસ્થ મંત્રાલયના સંયુકત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, યારે ત્રીજી લહેરની વાત થાય છે ત્યારે લોકો એને હવામાનની આગાહી તરીકે લે છે. લોકો ત્રીજી લહેરની ગંભીરતા અને જવાબદારીને સમજી નથી રહ્યા. ઉત્તર પૂર્વ રાયો મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને અણાચલ પ્રદેશમાં ફરી એકવાર કેસો વધી રહ્યા છે. આ માટે કેન્દ્રએ ૧૧ ટીમો ત્યાં મોકલી છે. આ સિવાય મહારાષ્ટ્ર્ર, છત્તીસગઢ, કેરલ અને ઓડિશા પણ એવા રાયો છે યાં વિતેલા દિવસોમાં કોરોનાના નવા કેસમાં વધારો આવ્યો છે.

 


નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે કોરોના નિયમોને લઇને કરવામાં આવી રહેલી બેદરકારી પર દેશવાસીઓને ચેતવણી આપતાં કહ્યું કે, દુનિયાભરમાં કોરોનાની ત્રીજી લહેર આવી ચૂકી છે, દેશમાં આ સ્થિતિ પેદા ના થાય એ માટે સૌ ધ્યાન રાખવાની જર છે. દેશના અનેક હિસ્સાઓમાં કોરોના નિયમોનું ઉલ્લંઘન કરતા લોકો જોવા મળી રહ્યા છે. આ સ્થિતિ આગળ ગંભીર પરિણામો આપી શકે છે.

 


મંત્રાલયના જણાવ્યા અનુસાર વર્તમાન સમયમાં ૭૩ જિલ્લાઓમાં દૈનિક ૧૦૦થી વધુ નવા કેસ સામે આવી રહ્યાના અહેવાલ છે. ૪મે કોરોના પીક દરમિયાન ૫૩૧ જિલ્લામાં દૈનિક ૧૦૦ નવા કેસ સામે આવતા હતા. મંત્રાલયે એમ પણ જણાવ્યું કે, વિતેલા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૩૧,૪૪૩ નવા કેસ સામે આવ્યા છે. યારે ગત અઠવાડિયે કેસમાં ૬ ટકાનો ઘટાડો આવ્યો હતો. સરકારના આંકડા દર્શાવે છે કે અત્યાર સુધી દેશમાં ૩૦.૬૬ કરોડ લોકોને વેકિસનના ડોઝ આપી દેવાયા છે યારે ૭.૪૯ કરોડ લોકોને બીજો ડોઝ લાગી ચૂકયો છે.

 


દૈનિક સ્તરે કોરોનાના નવા સામે આવી રહેલા કેસોમાંથી આશરે ૭૩.૪ ટકા કેસ દેશના પાંચ રાયો કેરલ, મહારાષ્ટ્ર્ર, તમિલનાડૂ, આંધ્ર પ્રદેશ અને ઓડિશાથી સામે આવી રહ્યા છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021