મરજી વગર આ પાંચ કારણોથી લોકો કરી લે છે લગ્ન

  • February 28, 2020 12:10 PM 1141 views

આજના આ વૈજ્ઞાનિક યુગમાં જયારે દુનિયા ચંદ્ર પર પહોચી ગઈ છે ત્યારે હજી કેટલાક લોકો લગ્ન જેવા મહત્વના નિર્ણયને પોતાની ઈચ્છાથી લેતા નથી. આવા મહત્વના નિર્ણય લેતા પહેલા તે દુનિયાના લોકોની સલાહ લેતા હોય છે. જયારે લગ્નએ આખી  જિંદગીનો સાથ હોય છે અને કોઈ વ્યક્તિને મળીને લાગે કે તેની સાથે પૂરી જિંદગી વિતાવવી છે ત્યારે જ લગ્ન કરવા જોઈએ. પરંતુ અત્યારે યુવક-યુવતીઓ વિચાર્યા વગર નીર્ણય લઇ લેતા હોય છે આવી રીતે લગ્ન કર્યા બાદ આવું બની શકે છે કે આખી જિંદગી એવી વ્યક્તિ સાથે પસાર કરવા મજબુર થઈ જાવ કે જેને તમે પ્રેમ  પણ નથી કરતા કે પસંદ પણ નથી કરતા. આ પાંચ કારણોના લીધે લોકો વિચાર્યા વગર લગ્નનો નિર્ણય લઇ લેતા હોય છે. પ્રેમમાં દગો મળ્યા પછી લોકો બીજી વખત આવી પરીસ્થીતીમાં ન આવે તેનથી  બચવા લગ્ન કરવાનો નિર્ણય કરી લેતા હોય છે. યુવતીઓ આર્થિક મજબૂરીના કારણે પણ લગ્ન કરી લેતી હોય છે. તેઓ વિચારતી હોય છે કે જે આર્થિક રીતે મજબુત હોય તેની સાથે લગ્ન કરવાથી તેનું  ભવિષ્ય સુરક્ષિત હશે. તેમજ ભાઈ-બહેનોમાં સૌથી મોટા હોવાને કારણે પણ લોકો લગ્ન વહેલા કરવાનો નિર્ણય કરતા હોય છે. આ ઉપરાંત કેટલાક લોકો લગ્નને એક પરંપરા સમજે છે માટે તેઓ લગ્ન  કરી લેતા હોય છે. તો કેટલાક લોકો એવા પણ હોય છે કે જે એટલા માટે લગ્ન કરતા હોય છે કે તેમના બધા જ મિત્રના લગ્ન થઇ ચુક્યા હોય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application