BREAKING NEWS

જામનગર શહેરમાં વિદેશી શરાબની હેરાફેરી કરતા શખ્સો પકડાયા

  • June 22, 2026 12:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં વિદેશી શરાબની હેરાફેરી કરતા શખ્સો પકડાયા

શાંતીનગર, રાજપાર્કનો ઢાળીયો, સુભાષબ્રીજ અને મયુરનગરમાં દરોડા : ૩ ઝડપાયા : મહિલા સહિત ૩ ની સંડોવણી ખુલી 

જામનગરના શાંતીનગર, રાજપાર્કનો ઢાળીયો, સુભાષબ્રીજ અને મયુરનગર વિસ્તારમાં પોલીસે ઇંગ્લીશ દારૂ​​​​​​​ અંગે દરોડા પાડીને નાની મોટી બોટલો, વાહન સહિતનો લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો જેમાં ૩ શખ્સોને દબોચી લીધા હતા, બે ની સંડોવણી ખુલી હતી.

જામનગર એસપી અને ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ દારૂ-જુગારના કેસો શોધી કાઢવા સુચના કરતા સીટી-બી પીઆઇ એન.એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ સ્ટાફના પીએસઆઇ ડી.જી. રાજ સહિતના પેટ્રોલીંગમાં હતા ત્યારે ક્રિપાલસિંહ, જયદીપસિંહ, કલ્પેશભાઇને મળેલ બાતમી આધારે શહેરના શાંતીનગર શેરી નં. ૭ પાસે રહેતા શકિતસિંહ ધીરુભા જાડેજા નામના શખ્સે દારૂનો જથ્થો વેચાણઅર્થે રાખેલ છે જેના અંગે રેઇડ પાડીને ઇંગ્લીશ દારૂના અલગ અલગ બ્રાન્ડના ૨૦૮ ચપલા કિ. ૬૫૪૦૦ સાથે શકિતસિંહને દબોચી લીધો હતો. જયારે નાઘેડીના રામકો મેરનું નામ ખુલ્યુ હતું.

બીજા દરોડામાં સીટી-બી ડીવીઝન સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમીના આધારે જામનગરના રાજપાર્કના ઢાળીયા પાસે જયુપીટર બાઇક લઇને નીકળેલા મયુર ભરત રાઠોડ (રહે. મિલન સોસાયટી)ને ઇંગ્લીશ દારૂની ૧૨ બોટલ કિ. ૧૫૬૦૦, ૧ મોબાઇલ અને જયુપીટર મળી ૪૭૬૦૦ના મુદામાલ સાથે પકડી લીધો હતો. જથ્થો આપનાર જામનગરના રાજા સિંધીની સંડોવણી ખુલી હતી.

આ ઉપરાંત જામનગર એલસીબી પીઆઇ ચૌધરી, પીએસઆઇ ભાટીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના મયુરસિંહ તથા રૂષીરાજસિંહને મળેલ બાતમી આધારે જજામનગરના સુભાષબ્રીજ પાસે લોજની સામેથી આરોપી હેમુભા ઉર્ફે હેમરાજ રણધીરભા નાયાણી રહે. ભીમરાણા રાજનગર સોસાયટી દ્વારકા મુળ શિવરાજપુરવાળાના કબ્જામાંથી અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની નાની મોટી ૬૦ બોટલો, ૧ મોબાઇલ મળી ૧૮૫૦૦ના મુદામાલ સાથે પકડી લીધો હતો. આ દારૂનો જથ્થો આપનાર ગોપાલ સાહુ રહે. મડગાવ ગોવાને પકડવા માટે તપાસ લંબાવી છે.

જામનગરના સીટી-સી પીઆઇ ડાભીની સુચનાથી સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ગોકુલનગર વિસ્તારમાં આવેલ મયુરનગરમાં ભારતીબા હેમતસિંહ કેર નામની મહિલાએ પોતાના ભોગવટાના મકાનમાં ઇંગ્લીશ દારૂની બોટલો રાખી છે જેના આધારે પોલીસે રેઇડ પાડી શરાબની કુલ ૧૦ બોટલ કિ. ૬૧૩૪ કબ્જે કરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application