ભારત જ નહીં પરંતુ વિશ્ર્વભરમાં ખુબ જ લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપમાં આવી રહેલી પ્રાયવસી પોલિસીને કારણે ચચર્િ જાગી છે ત્યારે તેની હરિફાઈ માટે સિગ્નલ નામની એક મેસેજિંગ એપ મેદાને આવી છે અને બન્ને વચ્ચે ડિજિટલ વોર શ થયું છે.
વોટ્સએપ ફેબ્રુઆરી માસથી નવી પોલિસી લાવી રહ્યું છે. એ મુજબ વોટ્સએપ પોતાનો ડેટા પોતાની પેરેન્ટ કંપ્ની ફેસબૂક સાથે શેર કરશે. ફેસબૂક ડેટા સલામત ન રાખવા માટે બદનામ છે. વોટ્સએપમાં પ્રાઈવસીનો અત્યાર સુધી ખાસ ઈસ્યુ નથી આવ્યો પરંતુ વોટ્સએપ ડેટા ફેસબૂકને આપવલ ગે તો એ યુઝર્સ માટે જોખમી સાબીત થઈ શકે. કેમ કે વારંવાર સાબીત થયું છે કે ફેસબૂકમાં ડેટા સલામત નથ રહેતો.
બીજી તરફ વોટ્સએપ જગતની સૌથી લોકપ્રિય એપ છે, એટલે લોકો વોટ્સએપ્ની દાદાગીરી પણ ચલાવને તેનો વપરાશ કરે છે. જો કે માર્કેટમાં તેના વિકલ્પ તરીકે કેટલીક એપ આવી ચૂકી છે, જેમાં સૌથી વધારે મજબૂત વિકલ્પ સિગ્નલ છે. સિગ્નલ નામની એપ વોટ્સએપ્ની માફક મેસેજિંગની જ સુવિધા આપે છે. વોટ્સએપ્ના વિવાદ પછી સિગ્નલે ટ્વીટ કરી હતી કે યુઝર્સ અમારો ઉપયોગ કરે, અમે કોઈ સાથે ડેટા શેર નથી કરવાના.સિગ્નલે સીધી રીતે કશું કહ્યા વગર વિગતો શેર કરી હતી કે વોટ્સએપ તમારો કેટલો ડેટા લીક કરે છે, ફેસબૂક કેટલો ડેટા લીક કરે છે અને સિગ્નલ પોતે કશો ડેટા લીક નથી કરતું. વળી ટેસ્લા મોટર્સના સ્થાપક સંશોધક અને ઉદ્યોગપતિ ઈલોન માસ્કે જાહેર કર્યું કે હં તો વોટ્સએપ્ને બદલે સિગ્નલ વાપરીશ. એ પછી દુનિયાભરમાં લાખો લોકોએ સિગ્નલ ડાઉનલોડ કરવાની શઆત કરી હતી. સિગ્નલનું સર્વર પણ તેનાથી જામ થયું હતું. વોટ્સએપ વર્સિસ સિગ્નલનો ટ્વટર પર જંગ શ થયે હતો. અનેક ટેકનોલોજી નિષ્ણાતોએ લખ્યું હતું કે, વોટ્સએપ કરતા સિગ્નલ કયાંય સલામત છે, અત્યારે સલામત છે, પરંતુ ભવિષ્યમાં વપરાશ વધ્યા પછી એ પણ વોટ્સએપ જેવી ગરબડો શ કરે તો અલગ વાત થઈ. વોટ્સએપ ફેસબૂકે ખરીદી લીધા પછી તેના મુળ સ્થાપક પૈકના એક બ્રાયન એકટને રાજીનામું આપી દીધું હતું. તેણે મોકસી માર્લિન સ્પાઈક સાથે મળીને સિગ્નલ ફાઉન્ડેશન સ્થાપ્યું છે.
વોટ્સએપ દ્વારા એકાઉન્ટ ડિલીટ કરવા માટે અપાતી ધમકી
સોશિયલ મીડિયા, વેબસાઈટ, મોબાઈલ એપ્લિકેશન, ઓનલાઈન સર્વિસમાં યુઝર્સની સહમતી લેવાની જરી છે, યુરોપ-અમેરિકામાં તો પ્રાઈવસીના કાનૂનો બહં કડક છે, ભારતમાં એવા કડક નથી અને અમુક કિસ્સામાં કાનૂન જ નથી. એટલે વોટ્સએપ અત્યારે યુઝર્સને એવું નોટિફિકેશન મોકલે છે કે જો 8 તારીખ સુધીમાં તમે અમારી શરત નહીં માનો તો એકાઉન્ટ ડિલીટ કરીશું. વોટ્સએપ્ની આ સીધી ધમકી છે. મફતમાં મળતી વોટ્સએપ સહિતની સેવાઓ યુઝર્સનો ડેટા વેચીને જંગી કમાણી કરી લે છે. જો કે સામાન્ય વપરાશકારોને યુઝર્સ ડેટાની બહ ચિંતા હોતી નથ પરંતુ આજે જો વોટ્સએપ્ન ધમકીને તાબે થવામાં આવશે તો ભવિષ્યમાં તેનું વર્તન વધારે બેફામ બનશે એ નકકી છે. 2014માં ફેસબૂકે વોટ્સએપ્ને 19 અબજ ડોલરમાં ખરીદી લીધા પછી વોટ્સએપ્ના વિવાદો વધ્યા છે, કેમ કે ફેસબૂક કે તેના સ્થાપક માર્ક મૂળભૂત રીતે વિશ્ર્વાસપાત્ર નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 9978984740
View News On Applicationઆરોપ :રાહુલ ગાંધીએ શબ્દો દ્વારા કર્યા આકરા પ્રહાર, ક્લિક કરીને વાંચો કોણ બન્યું નિશાન
January 24, 2021 05:19 PMપ્રજાસત્તાક પર્વની પરેડ 2021 માં ભાગ લેવા દિલ્હી આવેલા કલાકારોને વાંચો શું કહ્યું પીએમ મોદીએ
January 24, 2021 05:10 PMચિકિત્સા :જાણો શું છે જાપાની વોટર થેરેપી, કેવી રીતે વજન ઘટાડવામાં છે મદદગાર
January 24, 2021 04:44 PMવાસ્તુશાસ્ત્ર :તમારા જમવાની દિશા નક્કી કરે છે તમારું સ્વાસ્થ્ય અને સફળતા
January 24, 2021 04:26 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech