40 દિવસમાં ભાવનગર જિલ્લામાંથી માસ્ક ન પહેરનાર પાસેથી વસુલાયો 1.6ર કરોડનો દંડ

  • May 11, 2021 02:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ર9પ વાહનો કરાયા ડિટેઇન અને 1ર93 સામે જાહેરનામા ભંગના કેસ દાખલ કરતી ભાવનગર જિલ્લા પોલીસકોરોના મહામારીને લઇ ભાવનગર પોલીસે છેલ્લા 40 દિવસ દરમિયાન શહેર અને જિલ્લામાંથી 16,રપ0 લોકો પાસેથી જાહેર સ્થળોએ માસ્ક ન પહેરવા બદલ ા. 1ર93 કેસ કયર્િ હતાં.

 


કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે આ સંક્રમણ અટકાવવા સરકારની માર્ગદર્શિકાના પાલનને લઇ ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા માસ્ક ન પહેરતા લોકો પાસેથી દંડ વસુલ કરી રહી છે. જો કે પોલીસનો ઉદ્દેશ્ય માત્ર દંડ વસુલ કરવાનો નથી, પરંતુ લોકો માસ્ક પહેરી કોરોના સામે જાગૃત બને પોતાનું તથા અન્ય લોકોને સુરક્ષા માટે જવાબદાર નાગરીક તરીકે પોતાની ફરજ અદા કરે તે પણ છે. તેમ જણાવતાં જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌરે જણાવ્યું કે, કોરોનાને લઇ તા. 1 એપ્રિલ, ર0ર1 થી તા. 9 મે, ર0ર1 દરમિયાન ભાવનગર જિલ્લા પોલીસ દ્વાનરા જાહેર સ્થળો, વાહન ચલાવતી વખતે, મુસાફરી દરમ્યાન, લગ્ન પ્રસંગોમાં, ધંધો-રોજગાર વગેરે સ્થળે માસ્ક ન પહેરતા 16,રપ0, લોકોને પાવતી આપી ા. 1,6ર,પ0,000 દંડ પેટે વસુલ કયર્િ છે. તો, જાહેરનામાં ભંગના 1ર93 કેસો નોંઘ્યા છે. જયારે, ર9પ વાહનો ડીટેઇન કરવામાં આવ્યા છે. ઉપરાંત, સરકારની ગાઇડલાઇનનો ભંગ કરીને ટોળા પે એકઠા થયેલ લોકો સામે 3 કેસો પણ નોંધવામાં આવ્યા છે.

 

 


જિલ્લા પોલીસ વડા રાઠૌરે જણાવ્યું કે  ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા કોરોના વાયરસ ફેલાતો અટકાવવા લોકોને સુરક્ષીત રહેવા લાઉડ સ્પીકરથી સતત જાહેરાત, હોસ્પિટલો તથા ક્ધટેઇનમેન્ટ ઝોનમાં ચુસ્ત બંદોબસ્ત તથા પેટ્રોલીંગ, માનવતાલક્ષી અભિગમ અપનાવી કોરોના પોઝિટિવ સિનયર સીટીઝનને ઘેર બેઠા દવાની વ્યવસ્થા, પરપ્રાંતિયોને વતન મોકલવાની વ્યવસ્થા તેમજ ફ્રુટ પેટ્રોલિંગ અને ફલેગ માર્ચ પણ કરાઇ હોવાનું જણાવ્યું હતું.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS