પેગાસસ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

  • August 05, 2021 09:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પેગાસસ જાસૂસી મામલા પર સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે આજે થશે. આ મામલા પર કુલ નવ પીટિશન મળી છે જેમાં માત્ર આક્ષેપોની તપાસ યોજવાની માગણી કરવામાં આવી છે. સરકારનો જવાબ માગવા અને ભવિષ્યમાં સ્પાયવેરનો ઉપયોગ કરવા ન દેવાય તેવા આદેશ સરકારને આપવાની પીટિશનમાં માગણી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે આવા કોઈ સ્પાયવેરનો ઉપયોગ કર્યો હોવાના આક્ષેપને ફગાવી દીધો છે.

 

નિજતાના હક્કનો ભંગ થયો હોવાની અરજદારો દ્વારા પીટિશનમાં રજૂઆત કરવામાં આવી છે. અરજદારોમાં એક ઍડવોકેટ એમ. એલ. શર્મા, સીપીએમના રાજ્યસભાના સાંસદ જૉન બ્રિટાસ અને શશીકુમાર, અન્ય પાંચ વરિષ્ઠ પત્રકાર, ઍડિટર્સ ગિલ્ડ ઑફ ઈન્ડિયા, મધ્ય પ્રદેશના એક રહેવાસી અને એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ વગેરે દ્વારા પીટિશન ફાઈલ કરવામાં આવી હતી. જુલાઈમાં કેટલાક આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે રાજનેતાઓ, પત્રકારો સહિત સંખ્યાબંધ લોકોના મોબાઈલ નંબરોની ઈઝરાયલી પૅગાસસ સ્પાયવેર દ્વારા જાસૂસી કરવામાં આવી હોવાની સંભાવના છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS