paytmએ પેમેન્ટ સર્વિસમાં કર્યા છે મોટા ફેરફાર તમારા માટે જાણવા છે જરૂરી

  • October 28, 2020 02:04 AM 483 views

હાલના ડીજીટલ યુગમાં લોકો પોતાનો સમય બચાવવા અને  કોરોના મહામારીને કારણે લોકો  ઓનલાઈન ખરીદી તરફ વળ્યા છે. જેમાં ખાસ કરીને ઓનલાઈન ખરીદી માટે paytm એ લોકોની પ્રથમ પસંદગી છે. લોકો ગ્રોસરીથી લઈને પાની- લાઈટ બીલ ભરવા, ગેસ સીલીન્ડર બૂક કરવા, મોબાઈલ અને ડીટીએચના રીચાર્જ માટે પણ paytm વોલેટનો ઉપયોગ કરે છે. ત્યારે આ સમયે paytm દ્વારા એક મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર બાદ હવે paytmનો ઉપયોગ લોકોને મોંઘો પડશે.


ક્રેડીટ કાર્ડથી પૈસા એડ કરવા પણ ચુકવવ પડશે ચાર્જ 
અત્યારસુધી ક્રેડીટ કાર્ડથી paytmમાં પૈસા એડ કરવા માટે એક્સ્ટ્રા ચાર્જ લેવામાં આવતો નહિ.પરંતુહવે કંપનીએ આ નિયમ બદલાવીને  એક નવો નિયમ બનાવ્યો છે. જેમાં પેટીએમની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર 15 ઓકટોબર 2020થી કોઈ પણ વ્યક્તિ paytm વોલેટમાં ક્રેડીટ કાર્ડથી પૈસા એડ કરશે તો 2  % ચાર્જ આપવો પડશે. આ ચાર્જમાં જીએસટી ચાર્જ સામેલ કરવામાં આવ્યા છે. એટલે કે જો તમે ક્રેડીટ કાર્ડથી paytm વોલેટમાં 100 રૂપિયા એડ કરો તો તમારે ક્રેડીટ કાર્ડથી 102 રૂપિયા ચુકવવા પડશે. પહેલા આ નિયમ ૯ ઓક્ટોબરથી અમલમાં લેવાનો હતો. જોકે ક્રેડીટ કાર્ડથી paytmમાં પૈસા એડ કરવા પર કંપની હાલ 1 % કેશબેક પણ આપી રહી છે. 


મર્ચેન્ટ સાઈડ પર નહિ આપવો પડે એક્સ્ટ્રા ચાર્જ  
જોકે કોઈ પણ મર્ચેન્ટ સાઈડ પર paytm કરવા પર કોઈ એક્સ્ટ્રા ચાર્જ નહિ આપવો પડે. તેમજ paytm દ્વારા paytm વોલેટમાં ફંડ ટ્રાન્સફર કરવા માટે કોઈ પણ ચાર્જ નહિ આપવો પડે. તેમજ ડેબીટકાર્ડ અને નેટ બેન્કિંગ દ્વારા પણ paytm વોલેટમાં પૈસા એડ કરવામાં પણ કોઈ ચાર્જ નહિ લાગે. 

આ પહેલા 1 જાન્યુઆરીથી પણ નિયમમાં ફેરફાર કરવામાં  આવ્યો હતો. અત્યારસુધીમાં કોઈ યુઝર કઈ પણ મહિનામાં 10 હાજર રૂપિયા ક્રેડીટ કાર્ડથી એડ કરતા તો તેમને કોઈ એક્સ્ટ્રા ચાર્જ આપવા પડતા નહિ. જો કે 10 હાજરથી વધુ પૈસા એડ કરવામાં આવે તો 2 % ચાર્જ આપવું પડતું. ત્યારે હવે 15 ઓક્ટોબરથી કોઈ પણ રકમ paytm વોલેટમાં ટ્રાન્સફર કરવા માટે 2 % ચાર્જ આપવાનું રહેશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application